સુરત: દેશના સ્વચ્છ શહેરોમાં સુરત બીજા ક્રમે આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતએ મોટી છલાંગ મારી બીજો ક્રમાંક મેળવ્યો છે. ગયા વર્ષે સુરત 14મા નંબરે હતું, પરંતુ આ વખતે સર્વેક્ષણમાં સુરતે બાજી મારી છે. જે બાદ સુરતીઓમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે. ત્યારે સુરતના શહેરના ડેપ્યુટી મેયર નિરવ શાહે સફાઈ કર્મચારીઓને મીઠાઇ ખવડાવી તેમને બિરદાવ્યા હતા.
ગુજરાતનું ગૌરવ: સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતમાં બીજા સ્થાને, ડેપ્યુટી મેયર નિરવ શાહે સફાઇ કર્મચારીઓની પ્રશંસા કરી - સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા સ્થાને
- વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર કર્યું
- સુરતના ડેપ્યુટી મેયર નિરવ શાહે સફાઇ કર્મચારીઓની પ્રશંસા કરી
દિવસ રાત સુરત શહેરની સફાઈ કરનાર સ્વચ્છતા કર્મીઓને સુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજા ક્રમે આવતાં શહેરના ડેપ્યુટી મેયર નિરવ શાહે મીઠાઇ ખવડાવી તેમના કામ માટે પ્રશંસા કરી હતી. સુરતના પાલ વિસ્તારમાં ખાતે ફરજ બજાવતા તમામ સફાઇ કર્મીઓને બોલાવી અને તેમને મોઢું મીઠું કરાવીને ડેપ્યુટી મેયર નીરવ શાહ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તમામ સફાઇ કર્મીઓએ સંકલ્પ લીધા હતા કે, આવનાર દિવસોમાં આવી જ રીતે ફરજ બજાવી સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત નંબર વન બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામમાં ઈન્દોર પ્રથમ અને સુરત બીજા ક્રમે રહ્યાં હતા.