સુરતઃ ડિસેમ્બરની શરૂઆતમાં બીજી વખત કમોસમી વરસાદનો માર (Seasonal rainfall forecast )વેઠી ચૂકેલા ખેડૂતોએ ફરી એક વખત કમોસમી વરસાદનો સામનો કરવો પડશે. સુરત જિલ્લા કૃષિ હવામાન વિભાગ (Surat District Agricultural Meteorological Department )દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 28મી ડિસેમ્બર બાદ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. સાથે જ તાપમાનનો પારો નીચે જવાથી ઠંડીનો ચમકારો પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સર્જાયેલ ચક્રવાતની અસર જોવા મળશે
ભારતના હવામાન વિભાગદ્વારા (Meteorological Department of India )મળેલા અહેવાલ મુજબ પશ્ચિમી વિક્ષેપને કારણે તેની અસર હેઠળ સર્જાયેલ ચક્રવાતની અસર મધ્યસ્થ ભારતમાં 28મી બાદ થવાની સંભાવના છે. સુરત જિલ્લામાં આકાશ આગામી 5 દિવસો પૈકી 26 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે અને ત્યારબાદ આંશિક અંશે વાદળછાયું રહેવાની સંભાવના છે. એટલું જ નહીં 28મી ડિસેમ્બર બાદ છૂટી છવાય જગ્યા પર અતિ હળવો વરસાદ થવાની આગાહી(Seasonal rainfall forecast ) પણ હવામાન વિભાગ દ્વારા (Gujarat Meteorological Department )કરવામાં આવી છે. વરસાદ અને ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે તાપમાનમાં મહત્વપૂર્ણ ઘટાડો થઈ શકે છે.
તાપમાનનો પારો નીચે જતાં ઠંડીનો ચમકારો વધવાની સંભાવના