સુરત રેલ્વે સ્ટેશન પર નવસારી ખાતે રહેતા તુષાર પટેલ સુરતથી નવસારી જઈ રહ્યા હતા તે વેળાએ પ્લેટફોર્મ નબંર 2 પર ચાલુ ટ્રેને તેઓએ ચડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન યુવકનો પગ લપસી જતા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો હતો.આ દરમિયાન ત્યાં હાજર રેલવે પોલીસ કર્મચારી શિવચરણ મીણાનું ધ્યાન જતા બચાવવા માટે દોડી ગયો હતો. યુવક ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જતા અન્ય યુવકો પણ દોડી આવ્યા હતા.
ચાલુ ટ્રેને ચડવા જતા ટ્રેકની વચ્ચે ફસાયો યુવક, RPFના જવાને બચાવ્યો - between
સુરત : રેલ્વે સ્ટેશન પર એક યુવક ચાલુ ટ્રેને ચડવા જતા ટ્રેકની વચ્ચે ફસાઈ ગયો હતો. પરંતુ ત્યાં હાજર આર.પી.એફ.ના જવાને પોતાના જીવના જોખમે તેને હેમખેમ બહાર કાઢ્યો હતો. આ ઘટના સ્ટેશન પરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
સ્પોટ ફોટો
દરમિયાન આ ઘટનાની જાણ થતા ટ્રેનનું ચેઈન પુલિંગ કરી ટ્રેન રોકી દેવામાં આવી હતી અને યુવકને બચાવવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.