સુરતમાં રેતી માફિયાઓ સામે ભુસ્તર વિભાગની કડક કાર્યવાહી સુરત : છેલ્લા ઘણા સમયથી રેતી માફીઆઓ તાપી નદી કિનારે સક્રિય થઈ રેતી ચોરી કરી રહ્યાના હોવાની વાતો વહેતી થઈ હતી. જોકે, આ બાબતે અનેકવાર ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ થોડાક દિવસ બાદ તેઓ ફરીથી રેતી ચોરીની ઘટનાને અંજામ આપવાનો શરૂ કરી દેતા હોય છે. આ અંગે ભૂસ્તર વિભાગ દ્વારા અનેકવાર પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તેમ છતાં રેતી માફિયા સક્રિય થઈને ગેરકાયદેસર રીતે રેતી ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે, પરંતુ આ વખતે ભૂસ્તર વિભાગે કડક કાર્યવાહી આવા માફીઆઓ સામે કરી છે.
રેતી ચોરીની ઘટનાને અંજામ આપતા હોય :ભૂસ્તર વિભાગએ શહેરના અમરોલી બ્રિજ નીચે દરોડો પાડી સાત બોટ પકડી તોડી નાખ્યા હતા. ભૂસ્તર વિભાગની ટીમમાં સામેલ અધિકારી હિતેશ પટેલ, અંકિત પરમાર અને ભાવેશ પરમારએ આ સમગ્ર ઓપરેશનને પૂરું પાડ્યું હતું. ભૂસ્તર વિભાગના અધિકારીઓએ સ્થળ પર જ કડક કાર્યવાહી કરી હતી. અધિકારીઓ પોતાની સાથે જેસીબી મશીન પણ લઈ ગયા હતા.
આ પણ વાંચો :કોગ્રેસ કોર્પોરેટરોની રેતી માફિયા સામે લાલ આંખ, તંત્રનો બચાવ
ઘટના ફરીથી ન બને તે માટે કાર્યવાહી : જેસીબી મશીન મારફતે બોટને તોડી પાડવામાં આવી હતી. અગાઉ પણ ભૂસ્તર વિભાગ દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવી છે. તેમ છતાં રેતી માફીઆઓ થોડા દિવસ બાદ ફરીથી તાપી નદી કિનારે આવીને રેતી ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. આવી ઘટના ફરીથી ન બને આ માટે પહેલી વાર ભુસ્તર વિભાગ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :મુંબઈ માફિયાથી તાજા ખબર, આ સપ્તાહના અંતે નેટફ્લિક્સ, ડિઝની હોટસ્ટાર પર શું જોશો
સ્થળ પર મોટી કાર્યવાહી :ભૂસ્તર વિભાગના અધિકારી હિતેશ પટેલે જણાવ્યું હતું કે, ઘણા સમયથી અમે આ કાર્યવાહી કરી રહ્યા હતા. પરંતુ કાર્યવાહી થયાના થોડાક દિવસ બાદ ફરીથી ગેરકાયદેસર રેતી ચોરી કરનાર લોકો તાપી નદી કિનારે આવીને ચોરીને ઘટનાને અંજામ આપતા હતા. આ વખતે અમે સ્થળ પર જ મોટી કાર્યવાહી કરી છે. સાત જેટલા બોડને જેસીબી મશીન મારફતે તોડી પાડવામાં આવી છે. અવારનવાર દિવસોમાં પણ ભૂસ્તરઓ વિભાગ તાપી નદીને નુકસાન ન થાય આ માટે કાર્યરત રહેશે.