- સંયમ એક્સપ્રેસ દોડશે વિવિધ કાર્યક્રમોની માહિતી આપવા, ટ્રેનમાંથી બાળકોને ખાસ ગિફ્ટ અપાશે
- સંયમ એક્સપ્રેસ આગામી તા-29મી નવેમ્બર સુધી સુરતના રાજમાર્ગો પર દોડશે
- એક ડબ્બામાં સિંહની આકૃતિ પહેરેલી વ્યક્તિ સિંહસત્વોતસવ સુગંધ સુરતમાં પ્રસરાવશે
સુરતઃ છુક છુક કરતી સંયમ એક્સપ્રેસ(Samyam Express) આગામી 29 નવેમ્બર સુધી સુરતના(Surat) રાજમાર્ગો પર દોડશે. સંયમ એક્સપ્રેસને બુધવારે સંયમની નગરી તરીકે પ્રસ્થાપિત થઈ ચુકેલી અધ્યાત્મ નગરીના પવિત્ર પ્લેટફોર્મ પરથી લાભાર્થી લાલણ હરગોવનદાસ પરિવાર, ટ્રસ્ટીગણ, ઉપધાનના લાભાર્થી સંઘવી પરિવાર તેમજ જૈન અગ્રણી નીરવ શાહે લીલી ઝંડી આપી હતી.
75 સામૂહિક દીક્ષા ઉત્સવમાં સંયમ એક્સપ્રેસનું નવું આકર્ષણ
શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ(Shri Shantikanak Shramanopasak Trust) અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત, સૂરિરામચન્દ્ર તેમજ સૂરિશાન્તિચન્દ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં થનારા સિંહસત્વોત્સવમાં,(samuhik deeksha Simhasattvotsav) ઉપકારી મહાપુરુષોના પ્રતાપે તેમજ દીક્ષાધર્મના મહાનાયક યોગ તિલક સૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્ય નીતરતી વાણીના પ્રભાવે તા-29મી નવેમ્બરે થનારી 75 સામૂહિક દીક્ષા ઉત્સવમાં બુધવારે સંયમ એક્સપ્રેસનું નવું આકર્ષણ ઉમેરાયું છે.
સિંહસત્વોતસવ સુગંધ સુરતમાં પ્રસરાવશે