- તૌકતે વવાઝોડાને કારણે અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચ્યા સ્વામિનારાયણના સંતો
- રાહત કીટ તૈયાર કરી ગામડાઓમાં વિતરણ કરી
- 3 ટેમ્પા ભરી રાહત કીટ મોકલવામાં આવી
વાપી : કુદરતી આફતના ટાણે તંત્રની હાકલની વાટ જોયા વીના રાહત સામગ્રી પહોંચડવા માનવીય ઉત્તર દાયિત્વ નિભાવવા હંમેશા તત્પર રહેતા એવા વલસાડ જીલ્લાના વાપી તાલુકાના સલવાવ ગામે કાર્યરત શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રના પૂજ્ય સંતો દ્વારા દાતાઓના અને સંસ્થાના શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફના યોગદાન થકી ફરસાણ અને જરૂરી રાશન સામગ્રી તૈયાર કરી ગુરુવારે 3 ટેમ્પોમાં ભરી સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત અમરેલી જિલ્લામાં રવાના કરાઈ હતી.
તમામ જરૂરીયાતની વસ્તુ
સંસ્થાના કપિલ સ્વામી અને સંતોએ દાતાઓના સહયોગથી તૈયાર કરેલી પ્રત્યેક કીટમાં દરેક પ્રકારના 5 કિલો શાકભાજી સાથે લીંબુ, આદુ, મરચા, ધાણા, 5 કિલો બટેટા, 5 કિલો ઘઉનો લોટ, 5 પાણીની બોટલ, 1 કિલો ગાંઠિયા, 1 કિલો ચવાણું, સુખડી વિગેરે તાત્કાલિક જરૂરિયાતની ચીજ વસ્તુઓની 1હજાર કીટ તૈયાર કરી ગુરુવારના રોજ વહેલી સવારે 3 મોટા ટેમ્પા ભરીને સૌરાષ્ટ્રના સાવરકુંડલા, સરખડીયા, ખાંભા, બારપટોળી, ભાડ સાજણાવાવ, માણેકનેસ, શેલણા વિગેરે ગામોમાં સલવાવ રવાના કરાઈ હતી. સંતો આ ગામડાઓમાં રોકાઈને અસરગ્રસ્તોને કીટનું વિતરણ કરશે.
તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચ્યા સ્વામિનારાયણના સંતો આ પણ વાંચો : સુરત જિલ્લાના ખેડૂતોને વાસ્તવિક વળતર ચૂકવવા માગ