ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: CCTV કેમેરાનું નેટવર્ક નથી તેવા વિસ્તારોમાં પ્રહરી વાન ફરી રહી છે

સુરત પોલીસે લોકડાઉન દરમિયાન ખાનગી વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે ખાનગી વાહનો પર નજર રાખવા માટે CCTV કેમેરા અને પ્રહરી સર્વેલન્સનો ઉપયોગ શરૂ કર્યો છે.

સુરતના CCTV કેમેરાનું નેટવર્ક નથી, તેવા વિસ્તારોમાં પ્રહરી વાન ફરી રહી છે
સુરતના CCTV કેમેરાનું નેટવર્ક નથી, તેવા વિસ્તારોમાં પ્રહરી વાન ફરી રહી છે

By

Published : Apr 16, 2020, 1:47 PM IST

સુરતઃ શહેરમાં જ્યાં CCTV કેમેરાનું નેટવર્ક નથી, તેવા વિસ્તારોમાં પ્રહરી વાન ફરી રહી છે. આ વાનમાં ત્રણ મુવેબલ CCTV કેમેરા છે, જે ગલી મોહલ્લામાં નજર રાખી શકે છે. CCTV કેમરા અને પ્રહરી સર્વેલન્સ વાનના ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં મળતા હોય છે, અને તેને આધારે કાર્યવાહી કરાશે.

સુરતમાં પોલીસે CCTV કેમેરા અને પ્રહરી નામના સર્વેલન્સ વાનો ઉપયોગ શરૂ કર્યો

સુરત પોલીસે લોકડાઉન દરમિયાન ખાનગી વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે ખાનગી વાહનોનો ઉપયોગ બંધ થાય તે માટે સુરત પોલીસે આ વાહનો પર નજર રાખવા માટે CCTV કેમેરા અને પ્રહરી નામના સર્વેલન્સ વાનો ઉપયોગ શરૂ કર્યો છે.

લોકડાઉન દરમિયાન સુરત શહેરમાં લોકો ખાનગી વાહનોનો ઉપયોગ ન કરે તે માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં લોકો પોતાના ઘરથી દૂર જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ન જાય, જો કે, તેમ છતાં લોકો વાહનો લઈને ફરી રહ્યાં છે, સાથે જ ગલી મહોલ્લામાં પણ લોકો અવરજવર કરી રહ્યાં છે.

આવા લોકો સામે કાર્યવાહી કરવાના ઉદ્દેશથી સુરત પોલીસે CCTV કેમેરાની મદદ લીધી છે, સુરત શહેરમાં પોલીસ દ્વારા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નાઇઝ કેમેરા પણ મુકવામાં આવ્યા છે. આ કેમેરાની મદદથી રસ્તા પરથી પસાર થતાં વાહનો પર નજર રાખવામાં આવશે. જો વાહન ચાલક વધુ વગર કેમેરામાં પકડાશે તો તેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

જો વાહન ચાલક પાસે મંજૂરીપત્ર નહીં હોય તો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે. સાથે જ પોલીસ પ્રહરી નામના સર્વેલન્સ વાનનો પણ ઉપયોગ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details