તાપી નદીમાં પાણી છોડવામાં આવતા જળ સ્તર ઊચું ગયું છે અને તેના પાણી તાપી નદીના તટે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભરાયા છે. જ્યાં સલામતી અને સાવચેતીના ભાગરૂપે અડાજણ સ્થિત રેવા નગર ઝૂંપડપટ્ટીમાં પણ પાણી ભરાતા લોકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા.
તાપીમાં નદી કિનારે વસતા 50 જેટલા પરિવારોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા - ઉકાઈ ડેમ
સુરત: ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ નદીની સપાટીમાં વધારો થયો છે. ઉકાઈ ડેમમાં આશરે પાંચ લાખ જેટલી પાણીની આવક થતા સુરતની તાપી નદીમાં આશરે બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી તાપી નદી કિનારે રહેતા 50 જેટલા પરિવારોને તંત્ર દ્વારા પાલિકાની શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
tapi
આશરે 190 જેટલા અહીં ઝુંપડા આવ્યા છે. જે પૈકીના કેટલાક ઝૂંપડાઓમાં પાણી ભરાતા તાત્કાલિક ખાલી કરી દેવાયા છે. હમણાં સુધી 50 જેટલા પરિવારોને તંત્ર દ્વારા પાલિકાની શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોને પણ સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.