સુરતઃ ગુજરાતમાં સતત કોરોના કેસમાં વધારો થવા ( Corona case in Gujarat )લાગ્યો છે. સુરત જિલ્લમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. જેને લઈને સુરત કોર્પોરેશનની આરોગ્યની ટીમ(Corona case in Surat) દોડતી થઇ છે. શહેરના સરકારી હોસ્પિટલો દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે શહેરમાં ગતરોજ 59 જેટલા કોરોના કેસ નોંધ્યા હતા એમાં 19 જેટલી ગૃહિણીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. શહેરમાં વધતા જતા કોરોના કેસને લઈને નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર પર સારવાર માટે આવનાર તમામ દર્દીઓનું રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. એમાં છેલ્લા બે દિવસમાં 50 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં છે. એમાં થી 4 લોકો કોરોના પોઝેટીવ આવ્યા હતા.
આ પણ વાંચોઃVadodara Corona Case : શહેરમાં ચોથી લહેરને લઈ કોરોનાના આંકડો ચિંતાજનક
દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો -શહેરમાં છેલ્લા 15 દિવસ માં કોરોના કેસમાં સતત વધારો (Corona Rapid Test team )થઈ રહ્યો છે. આ સાથે જ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને લઈને શહેરના તમામ ઝોનમાં રેપિડ ટેસ્ટની ટીમ તેનાત કરી દેવામાં આવી છે. જો આગામી દિવસોમાં આજ પ્રકારે કેસો વધશે તો જે વિસ્તારોમાં વધારે કેસો આવશે તેને ક્લસ્ટર પણ જાહેર કરવામાં આવશે. જો કોઈ એપાર્ટમેન્ટ, સોસાયટીમાં એક સાથે સંખ્યાબંધ કેસો આવશે તો પેહલાની જેમ સીલ મારવામાં આવશે.
આ પણ વાંચોઃAhmedabad Corona Case : સાવધાન..! AMCએ ત્રીજો બુસ્ટર ડોઝ લેવા કરી અપીલ
7 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ -વધુમાં જણાવ્યુંકે તમામ લોકો હવે કોવિડ-19 ના તમામ SOPનું પાલન કરે અને ભીડ ભાડ વાળી જગ્યાઓ ઉપર જવાનું ટાળે અને ખાસ કરીને સીનીયર સીટીઝન કામ વગર બહાર જવાનું ટાળે અને જે લોકોના પ્રિકોશન ડોઝ બાકી હોય તેવા લોકો માટે શહેરના તમામ ઝોનમાં આવેલ હેલ્થ સેન્ટર ઉપર પ્રિકોશન ડોઝની પ્રક્રિયા અવિરત ચાલુ જ છે. એટલે જે લોકોએ ડોઝ લીધા ન હોય તે લોકોએ તેમના સમય પ્રમાણે ડોઝ લઈ લેવો અને શહેરના તમામ સ્કૂલોમાં પણ 12 થી 14 વર્ષના બાળકોને વેક્સિનેશન પ્રક્રિયા સ્કૂલ ચાલુ થવાની સાથે શરૂ કરી દેવામાં આવી છે. આપણે કોરોના કેસમાં નિયંત્રણમાં લાવી શકાય છે. શહેરમાં હાલ કોરોના ના 401 જેટલા દર્દીઓ એક્ટિવ છે.એમાં 7 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.