- સુરતના આંગણે જૈનસમાજ દ્વારા સી.આર. પાટીલનું અદ્ભુત, અદ્વિતિય રજતતુલા સન્માન
- ચાંદીથી સી.આર.પાટીલજી તોલાયા અને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા
- 50 જૈન સંસ્થાઓએ પણ સી.આર.પાટીલનું બહુમાન કર્યુ
- જૈન ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું સુરતમાં રજતતુલાથી સન્માન કરાયું - જૈન ઉદ્યોગપતિ
સુરતમાં ભાજપના લોકલાડીલા નેતા સી.આર પાટીલનું જૈન સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. લોકોની સમસ્યા નિવારવા હંમેશા તૈયાર રહેતા સી.આર.પાટીલનું સુરતના જૈન સમાજ દ્વારા રજતતુલા સન્માન કરવામાં આવ્યું હતું.
રજતતુલા મહોત્સવ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું સન્માન
સુરતઃ શહેરમાં આવેલા વેસુના વિજયાલક્ષ્મી હોલમાં તા-8 નવેમ્બરની રાત્રે 8 કલાકે દિવાળીના સપ્તાહ અગાઉ દિવાળી જેવો માહોલ જામ્યો હતો. એકત્ર થયેલા લોકોના ચહેરા પર એક અલગ પ્રકારની ચમક અને અહોભાવ હતા. કેમ કે, આ અવસર ભાજપના લોકલાડીલા નેતા સી.આર.પાટીલને વધાવવાનો હતો. ભાજપ શાસનકાળના ઇતિહાસમાં બીજીવાર સુરત શહેરને ગુજરાત ભાજપનું અધ્યક્ષપદ મળ્યું છે. લોકોની સમસ્યા નિવારવા હંમેશા તૈયાર રહેતા સી.આર.પાટીલનું સુરતના જૈન સમાજ દ્વારા રજતતુલા સન્માન કરવામાં આવ્યું હતું.