સુરતશહેર સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર રંગેચંગે (Ganesh Chaturthi 2022) ઉજવવામાં આવી રહ્યો છે. દેશના રાજકીય નેતાઓ પણ ગણપતિ દાદાના દર્શન અને પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે. ગતરોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયેલને ત્યાં ગણપતિની સ્થપના કરવામાં આવી છે. ત ગણપતિદાદાના દર્શન અને પૂજાઅર્ચના કરી હતી. કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ (Railway Minister Darshana Zardosh)સુરતના વિવિધ વિસ્તારમાં સ્થાપિત ગણપતિદાદાના દર્શન અને પૂજાઅર્ચના (Ganesh Chaturthi in Surat)કરી હતી. ઉપરાંત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ શહેરના વિવિધ વિસ્તારમાં સ્થાપિત ગણપતિદાદાના દર્શન અને પૂજાઅર્ચના કરી હતી.
આ પણ વાંચોરાજ્યના એવા ગણપતિ જ્યાં દર વર્ષે રાજ્યપાલ જ કરે છે પ્રથમ આરતી
નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીની કામનાકેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ સુરતના વિવિધ વિસ્તારમાં સ્થાપિત ગણપતિદાદાના દર્શન અને પૂજાઅર્ચના કરી શ્રીજીની પ્રતિમા સમક્ષ મસ્તક નમાવી રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસ અને નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીની કામના કરી હતી. તેમણે જણાવ્યું હતુંકે, કોરોના કાળના બે વર્ષ બાદ ફરી આ સુરત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીનો(Ganesha idol)તહેવાર રંગેચંગે ઉજવવામાં આવી રહ્યો છે. દેશમાં ગણેશ ચતુર્થીમાં મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે તો સુરત બીજા ક્રમે છે એવું મારું માનવું છે. આ તહેવાર સર્વધર્મ એકતાનો તહેવાર માનવામાં આવે છે. ગણેશ આગમન હોય કે પછી વિસર્જન હોય બધા ધર્મના લોકો આગમન યાત્રા કાંતો વિસર્જન યાત્રામાં જોડાતા હોય છે.
આ પણ વાંચોગણેશોત્સવમાં AAPએ માર્યું એક તીરથી 2 નિશાન
વિવિધ વિસ્તારમાં સ્થાપિત ગણપતિદાદાના દર્શન અને પૂજા અર્ચના કરી નાનપુરા વિસ્તારના ખારવાવાડ ખાતે સેઈલર બાલ ગણેશ ઉત્સવ, મજુરાગેટના કૈલાશનગર ખાતે સુરત શહેર સાંઈ યુવક મંડળ, રૂસ્તમપુરા વિસ્તારના ચલમવાડ ખાતે ચલમવાડ યુવક મંડળ, બાલાજી રોડ ખાતે બાલાજી યુવક મંડળ, કબૂતરખાના વિસ્તારના લીમડા ચોક ખાતે નારીયેલ વાળા મન્નતના ગણપતિજી, મહિધરપુરા વિસ્તારના દાળિયા શેરી ખાતે દાળિયા શેરી યુવક મંડળ, જદાખાડી વિસ્તારના ચાપડીયા શેરીના ગણપતિ, મહિધરપુરા વિસ્તારના નાગર શેરી આયોજિત અને ઝાંપાબજાર ખાતે તુલસી ફળિયાના ગણપતિ પંડાલની મુલાકાત લઈ શિશ ઝુકાવી દેશના સતત વિકાસ અને નાગરિકોના આરોગ્ય-સુખાકારી જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ ઉજવણીમાં જોડાયેલા તમામ ભાવિક ભક્તોને ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી હતી.