મોઢવણીક અને મોદી સમાજનો આરોપ છે કે, કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'દરેક મોદી ચોર છે' શબ્દથી વિવાદીત ટિપ્પણી કરી છે. જેના કારણે, સમસ્ત મોદી સમાજના લોકોને રાહુલ ગાંધીએ 'ચોર' શબ્દ સાથે સરખાવ્યા છે. જેના વિરોધમાં આજ રોજ સમસ્ત મોઢવણિક અને મોદી સમાજ દ્વારા નાનપુરા સ્થિત મક્કાઇપુલ ખાતે ધરણા-પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
રાહુલે 'મોદી' શબ્દ પર ટિપ્પણી કરતા મોઢવણીક અને મોદી સમાજમાં રોષ - Statement
સુરતઃ રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાનને એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાહુલ ગાંધી દ્વારા 'મોદી' શબ્દ પર કરાયેલ વિવાદિત ટિપ્પણીને લઈ સમગ્ર ગુજરાતના મોઢવણીક અને મોદી સમાજના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
મોઢવણિક સમાજના પ્રમુખ નીતિન ભજિયાવાળાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી પોતે શું બોલી રહ્યા છે, તેનું તેમને જ ભાન નથી. રાજકારણના જે પણ વિવાદ હોય, પરંતુ કોઈ સમાજ પ્રત્યે આવા નિવેદન કરી શકાય નહીં.
કોગ્રેસ અધ્યક્ષ રાહુલ સમસ્ત મોઢવણિક અને મોદી સમાજ સામે માફી માંગે, નહીંતર આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી દરમિયાન સમાજ પોતાનો પરચો બતાવી દેશે. મોઢવણિક સમાજે ધરણા પ્રદર્શન દરમિયાન "ગલી ગલી મેં શોર હે, જીજા સાલા ચોર હૈ" ના નારેબાજી કરી કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં "મેં ભી ચોકીદાર હું" ના નારા સાથે ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યુ હતુ.