સુરત :ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર બાંગ્લાદેશીઓને ભારતીય બનાવવા માટે માત્ર રુ. 5,000 માં આધારકાર્ડ બનાવી આપનાર આરોપીની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી છે. હાલમાં જ સુરત PCB એ નવ બાંગ્લાદેશી નાગરીકોની ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, મુંબઈ પાલઘર CHC સેન્ટર ચલાવનાર ભુપેન્દ્ર તિવારીએ રુ. 5000 લઈ તેમને બોગસ આધારકાર્ડ બનાવીને આપ્યા હતા.
બોગસ આધાર કાર્ડ રેકેટ : ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશી નાગરીકોને માત્ર 5000 રૂપિયામાં આધારકાર્ડ બનાવી આપનાર આરોપીની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી છે. હાલમાં જ સુરત પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નવ જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બોગસ પ્રમાણપત્રના આધારે ભારતીય બની ગયા હતા અને એટલું જ નહીં તેમણે આ ડોક્યુમેન્ટના આધારે મિલકત અને કાર માટે લોન પણ મેળવી લીધી હતી. પોલીસે આ આરોપીઓની પૂછપરછ શરૂ કરી ત્યારે સમગ્ર રેકેટનો ખુલાસો થયો હતો. માત્ર 5000 રૂપિયા લઈ ગેરકાયદેસર ભારતમાં આવેલા બાંગ્લાદેશીઓને આધાર કાર્ડ બનાવી આપવામાં આવતા હતા.