સરથાણા તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડને 48 કલાક ઉપરનો સમય વિત્યા બાદ રવિવારે પાસ કન્વીનર તેમજ તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ ઘટનાના બે દિવસ બાદ બપોરે સરથાણા સ્થિત ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. જોકે, થોડીક ક્ષણોમાં જ કેટલાક પાટીદાર કાર્યકરોએ પણ ત્યાં પહોંચી જઈ હાર્દિકનો વિરોધ શરૂ કર્યો હતો.
સુરતમાં ન રહેવાની શરતે હાર્દિકને કરાયો મુક્ત
સુરત: સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22ના મોતના પગલે લોકોમાં આક્રોશ છે. દરમિયન કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ દ્વારા ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને મેયર સહિતના જવાબદારોને રાજીનામુ આપવા 12 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જો કે, કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી હાર્દિક પટેલ આજે એટલે કે સોમવારના રોજ ઉપવાસ પર ઉતરવાનો હતો. દરમિયાન હાર્દિક સુરતમાં એન્ટ્રી કરતાની સાથે સરથાણા ખાતે પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો અને સરથાણા પોલીસ દ્વારા હાર્દિક પટેલ અને નીખીલ સવાણીની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ, સુરત નહી રહેવાની શરત પર હાર્દિક પટેલ ને સુરત પોલીસ ઇચ્છાપોર પોલિસ મથકથી લઈ કામરેજ હાઈ-વે પાસે છોડી મુકાયો હતો.
તમાચો મારવાના પ્રયાસ બાદ પોલીસે આખી ઘટનાને સંભાળી લેતાં હાર્દિકને લઈ જવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ ગત રોજથી સુરતમાં છે. પહેલાં સરથાણા ખાતે આગના ઘટના સ્થળની મુલાકત લીધી હતી. ત્યારબાદ આગની ઘટનાના ઈજાગ્રસ્તોની મુલાકાતે ગયો હતો. ત્યારબાદ એક વિરોધ રેલીમાં પણ જોડાયો હતો.
ત્યારબાદ આજે એટલે કે સોમવારના રોજ પાસ નેતા અલ્પેશ કથીરિયાના ઘરે જવા નીકળ્યો હતો. જેથી અલ્પેશના ઘર નજીક પોલીસની બે ગાડીઓ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન હાર્દિકની સરથાણા ખાતે અટકાયત કરી લેવામાં આવતા અલ્પેશના ઘર નજીકથી પોલીસ બંદોબસ્ત હટાવી લેવામાં આવ્યો હતો.