ગુજરાત

gujarat

ખટોદરા કસ્ટોડિયલ કેસ: મૃતકના બન્ને ભાઈઓને જીવનું જોખમ હોવાથી જેલ ટ્રાન્સફર કરવા કોર્ટમાં અરજી

By

Published : Jun 22, 2019, 12:21 PM IST

સુરત: રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર મચાવનારા ખટોદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં મૃતક ઓમ પ્રકાશના ભાઈ જયપ્રકાશ પાંડે અને રામગોપાલ પાંડેને અન્ય જેલમાં ખસેડવા અદાલતે હુકમ કર્યો છે. ચોરીના ગુનામાં સંડોવાયેલા બન્ને આરોપીઓના ભાઈ ઓમ પ્રકાશનું ખટોદરા પોલીસના જીવલેણ ટોર્ચરીંગથી મૃત્યુ થયું હતું. આ કેસમાં ખટોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ખીલેરી સહિત આઠ પોલીસકર્મી ઓ.આર.ઓ.પી હોય જેલમાં જીવનું જોખમ હોવાથી જેલ ટ્રાન્સફર કરવા કોર્ટમાં અરજી થઈ હતી.

સુરત

લાજપોર જેલમાં બંધ આ બંને આરોપીઓએ ચાર દિવસ અગાઉ જેલ ટ્રાન્સફર કરવા કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં તેમની જાનનો ખતરો હોવા ઉપરાંત ચકચારી કેસમાં ત્રણ આરોપી ચિરાગ ચૌધરી, એલ આર હરેશ ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ કમલેશ પણ લાજપોર જેલમાં બંધ હોવાનું જણાવ્યું હતું.

આ તમામ અને ભાગેડુ તમામ આરોપીઓ પોલીસ ખાતાના હોય પોતાની ઉપર હુમલો થવાંની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કારણોસર પોતાની જેલ ટ્રાન્સફર કરી આપવા કે સંબંધિત પોલીસ કર્મીઓની જેલ બદલવા અરજી માગણી કરવામાં આવી હતી.

કોર્ટમાં બંને આરોપીઓ રામગોપાલ અને જયપ્રકાશના કલમ 164 મુજબ નિવેદન નોંધવામાં આવ્યા હતા. ડીસીબી ચિંતન કર્યાના જણાવ્યા મુજબ, આજે બન્ને આરોપીઓના ઓમપ્રકાશના મોત બાબતે કોર્ટમાં સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. બન્નેએ મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન નોંધાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details