ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા સુરત મહાનગરપાલિકા પ્રયત્નશીલ - smc

સુરતઃ સુરતીઓ પ્લાસ્ટીકનો ઓછામાં ઓછો ઉપયોગ કરે તે માટેના પ્રયત્નો SMC દ્વારા હાથ ધરાઈ રહ્યા છે. સુરત શહેરમાં પ્રતિદિન લોકો 40 થી 45 ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. જેમાંથી સુરત મહાનગરપાલિકા પોતાના વાહનો દ્વારા પ્રતિદિન 28 ટન પ્લાસ્ટિક ઉઘરાવી ખજોદ ડંપિંગ સાઈટમાં ઠાલવે છે. બાકીનુ 12 થી 17 ટન પ્લાસ્ટિક કે જે પાલિકા મેળવી નથી. જેના કારણે વિવિધ સમસ્યાઓ સર્જાય છે.

પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા સુરત મહાનગર પાલિકા પ્રયત્નશીલ

By

Published : Jun 13, 2019, 6:29 PM IST

Updated : Jun 13, 2019, 6:40 PM IST

રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે બજારમાં અને અન્ય જગ્યાઓ પર પ્લાસ્ટિકની થેલીઓ સહિત ચાની લારીઓ પર પ્લાસ્ટિકના ગ્લાસ પણ બંધ થયા છે. છતાં પણ આજે મોટી સંખ્યામાં લોકો પ્લાસ્ટિક નો ઉપયોગ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા લોકો જેમ બને તેમ પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરે તેવા પ્રયત્નો કરી રહી છે. લોકો પ્લાસ્ટિકમાંથી વેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકે તે માટે પ્રોત્સાહન આપી રહી છે. આ અંગે સુરત મનપાના ડેપ્યુટી કમિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) આશિષ નાયકે જણાવ્યું હતું કે, સુરતમાં અલગ અલગ રીતે પ્લાસ્ટિક એકઠું કરવામાં આવે છે. જેમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, વિવિધ સેન્ટરો, હોટલો, રેસ્ટોરન્ટ, ટેકસટાઈલ પેકેજીંગ વગેરે જગ્યાએથી પ્લાસ્ટિક જમા કરવામાં આવે છે. આ પ્લાસ્ટિકમાં બોટલ ,રમકડા ,દૂધની થેલીઓ અને અન્ય પ્લાસ્ટિકની થેલીઓનો સમાવેશ થાય છે. સુરતીઓ પ્રતિદિન 40 થી 45 રન પ્લાસ્ટિક નો વપરાશ કરે છે .જેમાંથી આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ રીતે પ્લાસ્ટિક એકઠું કરવામાં આવે છે. જેમાં પ્રતિદિન 28 ટન પ્લાસ્ટિક એટલે કે 25,000 કિલો પ્લાસ્ટિક ભેગુ થાય છે. આ તમામ વસ્તુઓને 5 તબક્કાની પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે.

પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા સુરત મહાનગર પાલિકા પ્રયત્નશીલ

સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોમાં પ્લાસ્ટિક પ્રત્યે જનજાગૃતિ આવે તે માટેના પ્રયત્નો હંમેશા થતા રહે છે. આસાથે જ જે કંપનીઓ પ્લાસ્ટિકમાં પ્રોડકટનું ઉત્પાદન કરે છે તેમની સાથે બેઠક કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ રીતે ઘટે અને લોકો પ્લાસ્ટિક ગમે ત્યાં ના ફેકે તે માટેના પ્રયાસો પણ થયા છે. આ માટે કંપનીઓ દ્નારા કેટલાક સુચનો કરાયા હતાં. જેમાં કંપની પોતાના ત્યાં જ વાઈન્ડિંગ મશીન મૂકે જેથી લોકો ત્યાં જ પ્લાસ્ટિક ક્રશ કરી શકે.બીજા સૂચન પ્રમાણે 1 કિલો પ્લાસ્ટિકની બોટલ પર 10 રૂપિયા પરત મળે. ત્રીજા સૂચન પ્રમાણે જ્યારે પણ લોકો કોઈ વસ્તુ દુકાનમાં લેવા જાય ત્યારે 11 રૂપિયાની બોટલ સામે 1 રૂપિયો પાછો મળે.

પાલિકા પ્રતિદિન 28 ટન પ્લાસ્ટિક એકઠું કરે છે જે નીચે મુજબ છે.

વસ્તુ વજન(કિલોમાં)
રમકડાં 8339
દુધની થેલીઓ 10011
ભારે વસ્તુઓ 719
હલકી વસ્તુઓ 1774
Last Updated : Jun 13, 2019, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details