ગુજરાત

gujarat

બિન અધિકૃત બાયોડીઝલ પંમ્પ સામે મામલતદાર દ્વારા કાર્યવાહી કરાઇ

By

Published : Jan 7, 2021, 4:58 PM IST

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગાંગપુર ખાતે બાયોડીઝલ પમ્પ સામે મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ થતું હોવાથી મામલતદાર દ્વારા 5100 લીટર બાયોડિઝલ સીલ કરાયું હતું.

બિન અધિકૃત બાયોડીઝલ પંમ્પ સામે મામલતદાર દ્વારા કાર્યવાહી
બિન અધિકૃત બાયોડીઝલ પંમ્પ સામે મામલતદાર દ્વારા કાર્યવાહી

  • 3.26 લાખ રૂપિયાની કિંમતનું 5100 લીટર ડીઝલ સીલ
  • મામલતદાર દ્વારા 5100 લીટર બાયોડિઝલ સીલ કરાયું
  • ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ

સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકાના ગાંગપુર ખાતે આવેલા બાયોડીઝલ પંમ્પ સામે મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ થતું હોવાથી મામલતદાર દ્વારા 3.26 લાખ રૂપિયાની કિંમતનું 5100 લીટર બાયોડિઝલ સીલ કરાયું હતું.

5100 લીટર બાયોડીઝલનો જથ્થો સીલ કરાયો

સુરત જિલ્લાના ગાંગપુર ગામના પાટિયા પાસે બારડોલી કડોદરા રોડ પર બિન અધિકૃત રીતે ચાલી રહેલા બાયોડીઝલ પંમ્પ પર પલસાણા મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પંમ્પ પરથી 5100 લીટર બાયોડીઝલનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈ ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી હતો.

બિન અધિકૃત બાયોડીઝલ પંમ્પ સામે મામલતદાર દ્વારા કાર્યવાહી

ગેરકાયદે ચાલતા બાયોડીઝલ પંમ્પ સામે કાર્યવહી

સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ચાલતા બાયોડીઝલ પંમ્પને કારણે પેટ્રોલપંમ્પ ડિલર્સ એસોસિયેશન દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પંમ્પ સંચાલકોએ ભૂતકાળમાં અઠવાડિયામાં એક દિવસ માટે ડીઝલની ખરીદી ન કરવા અંગે પણ ચીમકી આપી હતી, ત્યાર બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરી ગેરકાયદેસર ચાલતા પંમ્પો બંધ કરી દેવામાં આવ્યા હતા. થોડા સમય કાર્યવાહી કર્યા બાદ ફરી એક વખત જિલ્લાના હાઇવે પર બાયોડીઝલ પંમ્પ ધમધમતા થઈ ગયા હતા.

બિન અધિકૃત બાયોડીઝલ પંમ્પ સામે મામલતદાર દ્વારા કાર્યવાહી

પલસાણા મામલતદાર દ્વારા કરવામાં આવી કાર્યવાહી

રવિવારના રોજ પલસાણા મામલતદાર નિલેશ ભાવસારેને બાતમી મળી હતી કે, પલસાણા તાલુકાના ગાંગપુર ગામના પાટિયા પાસે કડોદરા બારડોલી રોડ પર આવેલા વિરાજ બાયોડિઝલ પંમ્પ પર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યુ હતું. મામલતદાર અને તેમની પુરવઠા વિભાગની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવતા બાયોડીઝલનું વેચાણ ગેરકાયદેસર રીતે થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. આથી તાત્કાલિક 5100 લીટર બાયોડીઝલ સાથે પંમ્પ સીલ કરાયો હતો. જેની કુલ કિંમત રૂપિયા 3.26 લાખ હોવાનું જણાવ્યું હતું.

ગેરકાયદે ડીઝલનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ

પલસાણા મામલતદાર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે જિલ્લામાં હાઇવે પર ધમધમી રહેલા બાયોડીઝલ પંમ્પના સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. તો કેટલાક તો પંમ્પ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details