ગુજરાત

gujarat

ETV Bharat / state

Prices of vegetables and pulses in Gujarat: સુરતમાં શાકભાજી અને કઠોળના ભાવ આસમાને, ભાવમાં 30 થી 40 ટકાનો વધારો - દક્ષિણ ગુજરાતની સરદાર માર્કેટ

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત (Prices of vegetables and pulses in Gujarat)વધારો થયો છે. સુરતમાં સામાન્ય શાકભાજીના ભાવોમાં 20 થી 30 ટકાનો વધારો નોધાયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોમાં 40 થી 50 ટકાનો વધારો થયો છે. શાકભાજીની સાથે સાથે કઠોળમાં પણ ભાવ વધારો થયો છે. સાથે લીંબુના ભાવમાં પણ આ વર્ષે વધારો જોવા મળ્યો છે.

Prices of vegetables and pulses in Gujarat: સુરતમાં શાકભાજી અને કઠોળના ભાવ આસમાને, ભાવમાં 30 થી 40 ટકાનો વધારો
Prices of vegetables and pulses in Gujarat: સુરતમાં શાકભાજી અને કઠોળના ભાવ આસમાને, ભાવમાં 30 થી 40 ટકાનો વધારો

By

Published : Apr 15, 2022, 2:02 PM IST

Updated : Apr 15, 2022, 5:25 PM IST

સુરતઃગુજરાતમાંં શાકભાજી અને કઠોળના ભાવો ચોથા આસમાને પહોંચી ચુક્યા છે. ત્યારે શાકભાજીના આ ભાવો સામાન્ય વર્ગના લોકોને પણ દઝાડી રહ્યા છે. એક તરફ રાજ્યમાં ગરમીનું ભારે પ્રમાણ અને આ ગરમી વચ્ચે શાકભાજીના ભાવોમાં(Prices of vegetables in Surat ) ધરખમ વધારો સામાન્ય નાગરિકો માટે પડ્યા પર પાટું મારવા સમાન સાબિત થઈ રહ્યું છે. રોજિંદા શાકભાજીના (Prices of vegetables and pulses in Gujarat) ભાવોમાં ચાલીસ થી પચાસ ટકા જ્યારે અન્ય શાકભાજીના ભાવોમાં વીસથી ત્રીસ ટકા જેટલો વધારો નોંધાયો છે. જેની પાછળના પરિબળો કમોસમી વરસાદ, વાવાઝોડું અને પાણીની તંગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે શાકભાજીના વધેલા ભાવોના કારણે સામાન્ય ગૃહિણીઓના બજેટ પર ભાર મૂકી દીધો છે.

40 થી 50 ટકાનો વધારો -દક્ષિણ ગુજરાતની એકમાત્ર સરદાર માર્કેટમાં (Sardar Market of South Gujarat)રોજ બરોજ - મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી શાકભાજીનો જથ્થો ભરેલી ટ્રકો મોટી સંખ્યામાં ઠાલવવામાં આવતી હોય છે. જો કે શાકભાજીના ભાવોમાં અચાનક જ વધારો થતાં આ ટ્રકોની સંખ્યામાં પણ એકાએક ઘટાડો નોંધાયો છે. ઉનાળાની સીઝન અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ઉત્પાદનમાં આ (Pulses mandi rates)વખતે ઘટાડો નોંધાયો છે. સામાન્ય શાકભાજીના ભાવોમાં 20 થી 30 ટકાનો વધારો નોધાયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોમાં 40 થી 50 ટકાનો વધારો થયો છે. સુરતના શાકભાજીના વેપારી બાબુ શેખના જણાવ્યા અનુસાર શાકભાજીના બજાવમાં દર વર્ષે ઉનાળા દરમિયાન શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચોઃWorld Women's Day: જૂનાગઢના મહિલા જેઓ દેશી બિયારણોને સાચવી કરી રહ્યાં છે ઉપયોગી સેવા

લીંબુના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો -આ સિવાય ઉનાળા અગાઉ આવેલા વાવાઝોડાએ પણ ખેતપેદાશો પર માંઠી અસર પહોંચાડી છે. રીંગણ, તુવેર, વટાણા જેવી શાકભાજીઓ ભાવમાં ચાલીસ થી પચાસ ટકા જેટલો વધારો થયો છે. જ્યારે સામાન્ય દિવસોમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતા વટાણા હાલ શિમલા થી આવી રહ્યા છે. જેનો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ વધી જવાના કારણે પણ ભાવ વધારો ઝીંકાયો છે. આ સાથે ગરમીની સીઝનમાં લીંબુનો વપરાશ વધુ હોય છે. પરંતુ ગરમીના કારણે ઓછા પાકની અસર વર્તાઈ છે. જ્યાં લીંબુના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. લીંબુનો પ્રતિ 20 કિલોનો ભાવ અગાઉ 600 થી 1000 રૂપિયા હતો. જે વધીને હવે 1000 થી 1400 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

શાકભાજીના પ્રતિ 20 કિલોનો ભાવ APMC માર્કેટ ભાવ

Prices of vegetables and pulses in Gujarat: સુરતમાં શાકભાજી અને કઠોળના ભાવ આસમાને, ભાવમાં 30 થી 40 ટકાનો વધારો

કઠોળના ભાવમાં વધારો -સામાન્ય દિવસોમાં સાંભળવા મળતા શાકભાજીના ભાવો આજે ચોથા( Pulses prices in Surat )આસમાને પહોંચી ગયા છે. ખાસ કરીને મહિલાઓ પોતાના બજેટ પ્રમાણે રસોડું સંભાળતી હોય છે. પરંતુ શાકભાજીના ભાવમાં (Prices of vegetables and pulses in Gujarat)વધારાને લઈને હાલ મહિલાઓના પોકેટમની પર પણ મોટો ભાર પડ્યો છે. જેના કારણે હવે મહિલાઓએ પોતાના બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું તે એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. શાકભાજીના ભાવોમાં થયેલા ધરખમ ભાવ વધારાના કારણે સામાન્ય અને ગરીબ વર્ગની મહિલાઓએ કમરે પાટા બાંધી ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે. માત્ર શાકભાજી જ નહીં પરંતુ કઠોળના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

આ પણ વાંચોઃLemon Price Hike : લ્યો બોલો..! લીંબુની સુરક્ષામાં કરાયો વધારો, જૂનાગઢ યાર્ડમાં લીંબુ પર CCTV-ચોકીદારોની ત્રીજી આંખ

Last Updated : Apr 15, 2022, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details