ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્રીય નાણાંપ્રધાન પાસે સુરત ચેમ્બરે ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પડતર પ્રશ્નોના નિરાકરણની રજૂઆત કરી

સુરત : કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમન ગુજરાતના એક દિવસના પ્રવાસે આવ્યા હતા. ત્યારે ચેમ્બર અમદાવાદ ખાતે કેન્દ્રીય નાણાપ્રઘાન અને અધિકારીઓ સમક્ષ સુરતના ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજુઆત કરી હતી.

નિર્મલા સિતારમન

By

Published : Aug 17, 2019, 2:46 AM IST

સુરત ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇએ જણાવ્યું હતુ, કે દેશના નાણાપ્રઘાન તથા અન્ય અધિકારીઓ સમક્ષ ચેમ્બર દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, સુરતમાં ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં મોટાભાગે MSAI યુનિટો આવેલા છે. આ બંને ઈન્ડસ્ટ્રીને લીકવીડિટીનો પ્રશ્ન હાલ સતાવી રહયો છે. આથી ઇન્ડસ્ટ્રી કપરા સમયમાંથી પસાર થઇ રહી છે. સરકાર દ્વારા ટફ સબસિડીનો લાભ આપી ક્રેડીટ લેપ્સનું રીફંડ આપવામાં આવશે તો જ બધી ઇન્ડસ્ટ્રીઝ બચી શકશે.ચેમ્બરે એવી પણ રજૂઆત કરી હતી કે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં બેંકો દ્વારા હીરા ઉદ્યોગકારોને લોન આપવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે. જયારે મોટાભાગના ઉદ્યોગકારોની લોનની 30 થી 40 ટકાની મર્યાદાને ઘટાડી દેવામાં આવી છે. આથી ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઇ રહેલા હીરા ઉદ્યોગને ટકાવી રાખવા માટે સરકાર દ્વારા બેંકોને તાત્કાલિક ધોરણે હીરાના ઉદ્યોગકારોને લોન આપવા માટે સૂચના આપવામાં આવે.

કેન્દ્રીય નાણાંપ્રધાન પાસે સુરત ચેમ્બર દ્વારા ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ભારપૂર્વક રજૂઆતો

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ માટેના રીફંડના મામલે પણ રજૂઆત કરવામાં આવી હતી. ટેક્ષ્ટાઇલના જોબવર્કમાં 65 ટકા સપ્લાય ઓફ સર્વિર્સિસ અને 35 ટકા સપ્લાય ઓફ ગુડ્‌ઝ છે. આ અંગે નાણાપ્રઘાન તેમજ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. આ મામલે GSTમાં સરળીકરણ લાવવા માટે ભારપૂર્વક રજુઆત કરવામાં આવી હતી.સરકારે MSAI ઉદ્યોગકારોને માત્ર એક કલાકમાં લોન આપવાનો નિયમ બનાવ્યો છે. પરંતુ કેટલીક બેંકો દ્વારા આ નિયમનું યોગ્ય રીતે પાલન થતુ નથી. બેંકો બધા ઉદ્યોગકારો સાથે અલગ–અલગ રીતે વતર્ન કરે છે. આથી એકજ ક્રાઇટેરીયા નકકી કરીને ઉદ્યોગકારોને સરકારે બનાવેલા નિયમ મુજબ લોન મળી રહે તે માટે બેંકોને સરકાર દ્વારા સૂચના આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details