રેઢિયાળ કામગીરીમાં સુરત જિલ્લાનું બારડોલી GEB કચેરી સતત વિવાદમાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી બારડોલીના GIDC વિસ્તાર તેમજ રહેણાંક વિસ્તારોમાં પણ સતત પાવર કાપ થઇ રહ્યો છે. સ્થાનિકોએ વારંવાર GEBના અધિકારીઓને રજૂઆતો કરી હતી. પણ એ રજૂઆતો અધિકારીઓના બેહરા કાને જ અથડાઈ હતી . જેથી સ્થાનિકો કચેરી ખાતે ધસી આવી રૂબરૂ રજૂઆત કરી નિવારણ લાવવા માંગ કરી હતી.
ચોમાસાની શરૂઆતમાં જ બારડોલી GIDC વિસ્તારમાં વીજળીના ધાંધિયા
સુરતઃ બારડોલી GEBના રેઢિયાળ તંત્રના પગલે બારડોલી GIDC વિસ્તારમાં સતત પાવર કાપ થઇ રહ્યો છે. તેમજ રહેણાંક વિસ્તારમાં પણ પાવર કાપની સત્તત સમસ્યા રહતા લોકોએ વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી કવામાં ન આવતા સ્થાનિકોએ GEB કચેરી ખાતે ધસી આવ્યા હતા.
GEBના અધિકારીઓ પ્રિમોન્સૂન કામગીરીનું ગતકડું શરૂ કર્યું હતું પરંતુ, હજુ તો વરસાદ તો ઠીક માત્ર પવનની શરૂઆત થતાજ બારડોલી GIDC પંથકમાં વીજ ધાંધિયા સર્જાઈ રહ્યા છે. ત્યારે આ બાબતે GEBના અધિકારીઓ વધુ પડતો લોડ તેમજ હાલમાં વાતાવરણનો પલટો અને પવનને જવાબદા ઠેરવી લૂલો બચાવ કરી રહ્યા હતા. તેમજ પોતાની નિષ્ફળ કામગીરી છુપાવી રહ્યા હતા.
લેખિત-મૌખિક રજૂઆત બાદ પણ અધિકારીઓ માત્ર કામગીરીનું જ રટણ કરે છે. જો ખરેખર પ્રિમોન્સુન કામગીરી મહિના અગાઉ થઈ હોય તો આ સમસ્યા ઉદ્ભવેજ નહિ. હજુ તો ચોમાસુ બેઠું નથી ત્યા વીજ ધાંધિયા સર્જાતા ચોમાસાના સમયએ બારડોલી વિસ્તારના લોકોએ મુસીબતનો સામનો કરવો પડશે એ વાત ચોક્કસ છે.