લોકશાહીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 23મી એપ્રિલના રોજ ગુજરાત લોકસભા બેઠકની ચૂંટણીનું ત્રીજા ચરણમાં મતદાન થવા જઈ રહ્યું છે.લોકશાહીના આ પર્વમાં સામાન્ય નાગરિકથી લઈ ધંધા - વેપાર સાથે જોડાયેલા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. 23મી એપ્રિલના રોજ મતદાન સમયે શહેર પોલીસના જવાનો, S.R.Pના જવાનો ,હોંમગાર્ડ, G.R.D સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ મતદાન મથકો પર સુરક્ષા- વ્યવસ્થામાં તૈનાત રહેવાના છે. ત્યારે પોલીસ જવાનો પણ લોકશાહીના આ પર્વની ઉજવણી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી આજે સુરતના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ હેડ- ક્વાર્ટરસ ખાતે બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તમામ કર્મચારીઓ અને પોલીસ જવાની સહિત હોમગાર્ડના જવાનો દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે.
સુરતમાં પોલીસના જવાનોએ કર્યું બેલેટ પેપરથી મતદાન - GUJARATINEWS
સુરત: આગામી 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણીને લઇ મતદાન થવાનું છે ત્યારે શહેરના મતદાન મથકો પર ફરજ પર તૈનાત પોલીસ જવાનો, હોમગાર્ડ G.R.D તેમજ S.R.Pના જવાનો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેને લઇ આજે શહેર પોલીસ દ્વારા બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. સુરતના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ હેડ - ક્વાર્ટર ખાતે કુલ 2476 જેટલા પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓ અને હોમગાર્ડ તેમજ G.R.Dના જવાનોએ મતદાન કર્યું હતું.
સ્પોટ ફોટો
જેની ગણતરી પણ આગામી 23મેં ના રોજ કરવામાં આવશે. સુરત લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા અને નવસારી લોકસભા બેઠકમાં આવતી કુલ 4 વિધાનસભા બેઠકો મળી કુલ 11 બેઠકો પર આજ રોજ શહેર પોલીસ દ્વારા બેલેટ પેપર ઠકી મતદાન કરવામાં આવી રહ્યું છે.