- ATM મશીનમાથી ચોરી કરતા આરોપી પોલીસના હાથમાં
- સુરત પોલીસે બાતમીના આધારે તસ્કરોને ઝડપી પાડ્યા
- ઝડપાયેલા ચોરો આંતરરાજ્ય ટોળકીના સાગરીતો
સુરતઃ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સુરત જિલ્લામાં ATMમશીનમાથી લાખો રૂપિયાની રોકડ ચોરી થઈ રહી હતી. એક પછી એક અનેકવાર તસ્કરો પોલીસ ને પડકાર ફેંકી રહ્યા હતા, ત્યારે આ તસ્કરોને ઝડપવા માટે પોલીસે બાતમીદારોને કામે લગાવી દિધા હતા. માંડવી પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પી.એસ.આઈ પ્રશાંત ગોંડલીયા બાતમી મળતા અલગ અલગ ટીમો બનાવી ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
બે આરોપીઓ પોલીસના સકંજામા
પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માંડવીના તરસાડા નજીક આંટાફેરા મારતા બે ઇસમોને પોલીસે રોક્યા હતા. અને તેની પૂછપરછ કરતા તેઓએ (1) લાલસિંગ મોતીલાલ અને (2) તરુણ હળપતિ હોવાનું જણાવ્યું હતું. એને પોલીસે તેમની વધારે પૂછપરછ કરતા તેમણે માંડવી નગર ખાતે બાઈક ચોરી કર્યા હોવાની કબૂલાત કરી, પોલીસને આરોપી પર વધુ શંકા જતા તેઓની કડક પૂછપરછ કરતા તેઓ મહારાષ્ટ્ર અને હરિયાણાની આંતરરાજ્ય ચોર ટોળકી સાથે મળી ચોરી કરતા હોવાનો ખુલાસો કર્યો, તેઓએ મહારાષ્ટ્રના નાસિક ચાંદવડ પો.સ્ટે.વિસ્તારમાંથી ચોરી કરી મહિન્દ્રા મેક્સમાં એટીએમ તોડવાના સાધનો લઈ દોઢેક મહિના પહેલા કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ તાતીથૈયા એટીએમ તોડી રોકડ 29,28,000ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ થોડા દિવસ પહેલાં બારડોલીમાં રાયમ ગામે પણ એટીએમ ચોરીનો પ્રયાસ કર્યો હતો, પણ સાયરન વાગતા તેઓ ભાગી જવામાં સફળ રહ્યાં હતા.
સિક્યુરિટી વગરના ATMને નિશાન બનાવતા