CAAનો વિરોધ: સુરત પોલીસે હિંસક પ્રવૃત્તિ કરનાર સામે નોંધ્યો રાયોટિંગ ગુનો, તપાસ શરૂ - સ્વયંભુ બંધ
દેશમાં ચારેય તરફ CAA અને NRCને લઇને વિરોધનો સુર ઉઠી રહ્યો છે, ત્યારે તેમાંથી સુરત શહેર પણ બાકાત રહ્યું નથી. જેને લઇને આજે ભારત બંધના એલાનને પગલે શહેરે સંપૂર્ણ રીતે બંધ પાડ્યુ હતું, પરંતુ લીંબાયત વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં અને વિધાનસભામાં પણ CAA અને NRC મુદ્દે વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
સુરતમાં પોલીસે હિંસક પ્રવૃત્તિ કરનાર લોકો સામે રાયોટિંગનો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી
સુરત: આજે કેટલીક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન કરાયું છે. CAA અને NRCના વિરુદ્ધમાં ભારત બંધના એલાનની અસર સુરતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી. ખાસ કરીને સુરતના લિંબાયત વિસ્તારમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી જેમાં એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયો છે. પોલીસે હિંસક પ્રવૃત્તિ કરનાર લોકો સામે રાયોટિંગનો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.