પ્રાપ્ત વિગતો મુજબ, લૂંટમાં તેઓ ઘરેણા અને મોબાઈલની લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા. જિલ્લા SP સહીત પોલીસ કાફલો તપાસમાં જોતરાયો ગયો હતો. 29 જુલાઈ 2019ના રોજ રાત્રીના તરસાડી કોસંબા નગર પોલીસ માટે પડકાર ફેંક્નારી હતી ,એકતરફ પોલીસ પરિવાર લૂંટાયો તો બીજી તરફ લૂંટારાઓએ સક્રિય થયા હતા.
લો બોલો...હવે લોક રક્ષકનો પરિવાર પણ સુરક્ષિત નથી - Gujarat
સુરતઃ માંગરોળના તરસાડી કોસંબા નગરમાં લૂંટની ઘટના બની હતી. પોલીસ પરિવાર નિંદ્રાધીન હતુ. તે દરમિયાન આવેલા લૂંટારાઓએ પરિવારને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. લૂંટમાં તેઓ ઘરેણા અને મોબાઈલની લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા. જિલ્લા SP સહીત પોલીસ કાફલો તપાસમાં જોતરાયો ગયો હતો.
તરસાડીના વલ્લભ નગરમાં રહેતા અને હાલ ભરૂચ ખાતે ફરજ બજાવતા PSI આઈ .એસ.વસાવાના ઘરે મોડી રાત્રે લૂંટની ઘટના બની હતી. કારમાં હથિયાર સાથે આવેલા 5થી 6 જેટલા ઇસમોએ ઘરમાં ઘુસી જઈ આતંક મચાવ્યો હતો. ઘરના તમામ સભ્યોને બંધક બનાવી કબાટમાં મુકેલા 6 તોલાના ઘરેણા તેમજ 2 મોબાઈલની લૂંટ ચલાવી હતી.
ભોગ બનનારના જણાવ્યા અનુસાર, ઘટના લગભગ રાત્રે ૩ વાગ્યાની આસપાસ બની હતી. જયારે ઘટના બની, ત્યારે અવાજથી સામેના કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે રહેતા એક યુવાને જાગી જતાં સમગ્ર ઘટના નજરે જોઈ હતી અને સમય સુચકતા વાપરી 100 નંબર પર પોલીસને જાણ કરી હતી અને લૂંટારાઓના ગયા બાદ ઘરે પહોચી જઈ બંધકોને પણ રૂમમાંથી છોડાવ્યા હતા.