ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિલા બેંકકર્મી સાથે ગુંડાગર્દી કરનાર કોન્સ્ટેબલની હવે નોકરી બચાવવા કાકલુદી

મહિલા બેંક કર્મચારીને માર મારવાના પ્રકરણમાં ઘટના બાદ પોલીસ કોન્સ્ટેબલની પ્રતિક્રિયા સામે આવી છે. પાસબુકમાં એન્ટ્રી પડાવવા જેવી નાની બાબતે કોન્સ્ટેબલ દ્વારા મહિલા બેન્ક કર્મચારીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટના બાદ નાણા પ્રધાન સીતા રમણે ટ્વિટ કરી તપાસ કરવા જિલ્લા કલેક્ટર અને સુરત પોલીસ કમિશનરને જણાવ્યું છે.

Police constable
પોલીસ કોન્સ્ટેબલની પ્રતિક્રિયા સામે આવી

By

Published : Jun 24, 2020, 11:48 AM IST

સુરત : મહિલા બેંક કર્મચારીને માર મારવાની ઘટના બાદ પોલીસ કોન્સ્ટેબલની પ્રતિક્રિયા સામે આવી છે. આ વચ્ચે આરોપી કોન્સ્ટેબલ ઘનશ્યામ આહીરે એક વીડિયો જાહેર કરી પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ અંગે ઘનશ્યામે જણાવ્યું છે કે, હું બેંક પર ગયો અને પોલીસ હોવા અંગેનું આઈકાર્ડ પણ બતાવ્યું હતું. છતાં મારી સાથે ઉશ્કેરણીજનક અપશબ્દો બોલવામાં આવ્યા હતા. મને બહાર ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું હતું.

મહિલા બેંક કર્મચારીને માર મારવાના પ્રકરણમાં પોલીસ કોન્સ્ટેબલની પ્રતિક્રિયા સામે આવી

તેમણે વધુમાં જણાવ્યું કે મારા ફુવા સાડા ત્રણ વાગ્યે પાસબુકમાં એન્ટ્રી પડાવવા ગયા હતા, જ્યાં તેમને પ્રિન્ટર ખરાબ હોવાનું જણાવાયું હતું. બાદમાં હું ગયો તો મને પણ વર્કિંગ આવર્સ પુરા થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. તેમજ મારા વિરુદ્ધનો વીડિયો વાયરલ કર્યો છે. જે ઘટના 30 સેકન્ડની નથી, 15 થી 20 મિનિટની છે. લોકો સામે સત્ય ઉજાગર થાય. તેવી મારી નમ્ર અપીલ છે. મારી નોકરીનો સવાલ છે. મને બદનામ કરવાથી કાંઈ નથી મળવાનું, જે સત્ય છે તે સામે લાવો.

નજીબી બાબતે બેન્કના મહિલા કર્મી પર હુમલો કરી પોલીસ કોન્સ્ટેબલ વીડિયો બનાવી કાલાવાલા કરી પોતાનો બચાવ કરી રહ્યાં હોય તેવું લાગે છે.

ABOUT THE AUTHOR

...view details