સુરતના કડોદરામાં કેમિકલથી મોતના મામલે 15 વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સુરત: થોડા દિવસ પહેલા 9 ફેબ્રુઆરીએ પલસાણાના તાતીથૈયા ગામે ઝેરી કેમિકલનો ટેન્કર ગટરમાં ખાલી કરતા સમયે કેમિકલના ગેસથી ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા હતા. જ્યારે ટેન્કર ડ્રાઈવર હાલ પણ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે પોલિસની 16 દિવસની તપાસ બાદ મંગળવારે કડોદરા પોલીસે સમગ્ર મામલાને લઈને 15 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જેમાં કેમિકલનું ટેન્કર જે કંપની માંથી નીકળ્યું હતું તે પ્રહરિત પીગમેન્ટના 6 ભાગીદારો વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
સ્પોટ ફોટો
6 ભાગીદારો પૈકીના એક એવા ધનસુખ ચિનુભાઈ ભંડેરી રાજકોટના માજી મેયર તેમજ રાજકોટ નગરપાલિકાના ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને રાજકોટ ભાજપના અગ્રણી છે, જોકે પ્રહરિત પીગમેન્ટ કંપની દ્વારા વેસ્ટ કેમિકલ નિકાલનો કોન્ટ્રાક્ટ અન્ય કંપનીને આપવામાં આવેલો છે, હાલ પોલીસે 6 ભાગીદારો સહિત કુલ 15 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.