ગુજરાત

gujarat

Surat crime news: અંગત અદાવતમાં 2 લોકોની હત્યા મામલે પોલીસે કરી 10 આરોપીની કરી ધરપકડ

સુરતના ચોકબજાર વિસ્તારમાં અંગત અદાવતમાં બે દિવસ પેહલા જ વહેલી સાવરે ત્રણ લોકો ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરતા બેના મોત નીપજ્યા હતા જ્યારે ત્રીજાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે ચોકબજાર પોલીસે 10 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

By

Published : Mar 5, 2023, 10:12 PM IST

Published : Mar 5, 2023, 10:12 PM IST

police-arrested-10-accused-in-the-case-of-murder-of-2-people-in-personal-enmity-in-surat
police-arrested-10-accused-in-the-case-of-murder-of-2-people-in-personal-enmity-in-surat

અંગત અદાવતમાં 2 લોકોની હત્યા મામલે પોલીસે 10 આરોપીની ધરપકડ

સુરત:સુરતના ચોકબજાર વિસ્તારમાં અંગત અદાવત માં 2 શકશોની હત્યા મામલે પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે. આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.ઓસુરે જણાવ્યું હતું કે, ચોકબજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત 3 માર્ચના રોજ વહેલી સવારે પંડોળ વિસ્તારમાં આવેલ અટલજી નગરના મકાન 15 માં બે મજૂરો જેઓ પોતાના ઘરે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન 8 થી 10 અજાણ્યા ઈસમો તેમના ઘરે ઘુસીને તેમની ઉપર હુમલો કર્યો હતો.

પોલીસે કરી 10 આરોપીની ધરપકડ

ચપ્પુ વડે હુમલો: આ હુમલો પૈસાની માગણી અને પોલીસને શા માટે બાતમી આપે છે તેમ કહીને હુમલો કરવામાં આવ્યો હતો. જે તે સમય દરમિયાન આ બંને વ્યક્તિઓ હુમલોથી બચવા માટે ત્યાંથી ભાગીને રહેમત નગર પાસે પોતાના મિત્રો સુતા હતા ત્યાં ગયા હતા. ત્યાં પણ આ તમામ લોકો પહોંચી ગયા હતા. ત્યાં આ લોકોનો મોટો ઝઘડો થયો હતો.

આ પણ વાંચોSurat news: સુરત જિલ્લામાં ક્રિકેટ રમતી વેળાએ વધુ એક યુવકનું મોત

ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત:વધુમાં જણાવ્યું હતું કે, આ ઝઘડામાં એક વ્યક્તિ જેનું નામ કાર્તિક તેમનું તેજ ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું અને બીજો વ્યક્તિ રાજુ જેમની હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ત્રીજો વ્યક્તિ જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બાલ કિશન પરિહારીએ આઈપીસી કલમ 302 અને 307 ની ફરિયાદ લખાવી હતી. જેમાં કુલ 12 થી 13 આરોપી વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી.

આ પણ વાંચોVadodara Crime News : સાવલી પોલીસે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

10 આરોપીની ધરપકડ:વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદ નોંધ્યા બાદ આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તથા સુરત ક્રાઈમ બ્રાન્ચ ના સંકલન જોડે આજરોજ આ ગુનામાં કુલ 10 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી જેમણે ચાકુ અને તલવારના ઘા માર્યા છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. હાલ પકડાયેલા તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. આ પકડાયેલા તમામ આરોપીઓમાંથી ત્રણથી ચાર આરોપીઓ આ પેહલા મારામારી અને એક આરોપી પાસા હેઠળ જઈ આવ્યો છે

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details