સુરત : પાંડેસરાના સર્વોદય સોસાયટીમાં રહેતી ધોરણ 11ની વિદ્યાર્થિનીએ (Surat Suicide Case) આત્મહત્યા છે. ગતરોજ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ પોતાના ઘરે એકલતાનો લાભ લઇ કોઇ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બોડી કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો :Ahmedabad Suicide Case : ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા કિશોરે કરી આત્મહત્યા
દીકરીને પંખા પર લટકી બોડી જોઈ બૂમાબૂમ કરી હતી -આ બાબતે મૃતક વિદ્યાર્થીનીના કાકા જણાવ્યું કે, ગતરોજ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ મારા ભાઈ ઘરે પહોંચ્યા હતા. ત્યારે તેમની દીકરીને પંખા પર લટકી બોડી જોઈ બૂમાબૂમ થતાં (Student Commits Suicide in Surat) પાડોશીઓ દોડી આવ્યા હતા. અને તાત્કાલિક દીકરીને 108 મારફતે સિવિલ હોસ્પિટલ આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. જેને લઇને પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ પણ વાંચો :Vadodara Suicide Case : વડોદરા કોર્ટમાં ચેક બાઉન્સ કેસના આરોપીએ ત્રીજા માળેથી લગાવી છલાંગ
દીકરીના સ્કૂલમાં પણ તપાસ કરવામાં આવશે -આ બાબતે પાંડેસરા પોલીસે જણાવ્યું કે, હાલ તો પોસ્ટ્મૉર્ટમની કામગીરી કરવામાં આવી રહી છે. અને પરિવારનું નિવેદન લઇ ત્યારબાદ તે દીકરીના સ્કૂલમાં પણ તપાસ કરવામાં આવશે. પોલીસ કંટ્રોલરૂમને (Pandesara Police Station) ગતરોજ સાંજે 7:45એ આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. જેને લઇને પાંડેસરા પોલીસ PCR ઘટનાસ્થળે પહોંચી હતી. હવે કયા કારણોસર આત્મહત્યા કરી તે તપાસનો વિષય છે.