ગુજરાત

gujarat

સુરત સિવિલ હોસ્પિટલમાં રાત્રે દોઢ કલાક સુધી મૃતદેહ રઝળ્યા બાદ પીએમ રૂમનું તાળું તોડાયું, RMOએ તપાસ આદરી

By

Published : Feb 22, 2020, 3:01 PM IST

સુરત સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિજનો દ્વારા PM રૂમનું તાળું તોડી બોડી મુકવા મામલે આખરે RMOએ તપાસ આપી દીધી છે. આ સમગ્ર મામલે એક ટીમની રચના કરી તપાસ સોંપવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ કરી જવાદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

AAAA
મૃતકના પરિજનો દ્વારા PM રૂમનું તાળું તોડી બોડી મુકવા મામલે આખરે RMOએ તપાસ આપી

સુરતઃ સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિજનો દ્વારા PM રૂમનું તાળું તોડી બોડી મુકવા મામલે આખરે RMOએ તપાસ આપી દીધી છે. આ સમગ્ર મામલે એક ટીમની રચના કરી તપાસ સોંપવામાં આવી છે.

મૃતકના પરિજનો દ્વારા PM રૂમનું તાળું તોડી બોડી મુકવા મામલે આખરે RMOએ તપાસ આપી

આ અંગે RMOએ જણાવ્યું છે કે, સમગ્ર ઘટનાની તપાસ કરી જવાદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. મીડિયાના અહેવાલ બાદ સિવિલ તંત્ર પણ જાગ્યું હતું. આ ઘટનાના પગલે RMO દ્વારા તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. સાથોસાથ તેમનેએ પણ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચાવી PM રૂમમાં રહેતી હોય છે, પરંતુ રાત્રીના સમયે ચાવી મળી નહોતી.

હાલ ચાવી રાત્રીના સમયે કોની પાસે હતી. તેની પણ તપાસ કરાવવામાં આવશે. તપાસ દરમિયાન જે પણ વ્યક્તિ જવાબદાર હશે. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો તપાસ કરી રિપોર્ટ સુપ્રિન્ટેનડેન્ટને સોંપવામાં આવશે, બાદમાં રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે.

ABOUT THE AUTHOR

...view details