ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi Birthday: PM મોદીના જન્મદિવસની ભેટરૂપે સુરતના ચાહકે હાથ પર કરાવ્યું ટેટુ - ટેટુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે પીએમ મોદીના ચાહકો દ્વારા ઉજવણીના આયોજન સામે આવી રહ્યાં છે. સુરતમાં રહેતાં પ્રકાશ મહેતા નામના સિનીયર સિટીઝને પોતાના હાથ પર કરાવેલું પીએમ મોદીની તસવીર સાથેનું ટેટુ અલગ પ્રકારે ઉજવણીનો ઉત્સાહ દર્શાવી રહ્યું છે.

PM Modi Birthday Celebration : પીએમ મોદીનો જન્મદિવસ ઉજવવા સુરતના સિનીયર સિટીઝને હાથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેટુ કરાવ્યું
PM Modi Birthday Celebration : પીએમ મોદીનો જન્મદિવસ ઉજવવા સુરતના સિનીયર સિટીઝને હાથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેટુ કરાવ્યું

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 8:41 PM IST

Updated : Sep 8, 2023, 8:49 PM IST

ઉજવણીનો ઉત્સાહ

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરોડો ચાહકો છે. પરંતુ સુરતના એક 68 વર્ષીય ચાહકે પોતાના હાથ પર પીએમ મોદીની તસવીરનું ટેટુ કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પહેલા સુરત ખાતે રહેતાં પ્રકાશ મહેતા નામના મિકેનિકલ એન્જિનિયરે પોતાના હાથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેટુ કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પહેલા તેમને ઉપહાર આપવા અને આભાર વ્યક્ત કરવા માટે તેઓએ ગિફ્ટ તરીકે આ ટેટુ કરાવ્યું છે.

ભેટરૂપે આ ટેટુ હાથ પર બનાવડાવ્યું : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશ અને વિદેશમાં અનેક ચાહકો છે. પોતપોતાની રીતે આ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ પોતાની લાગણી પણ વ્યક્ત કરતા હોય છે. પરંતુ સુરતમાં કોઈ યુવાને નહીં પણ એક સિનિયર સિટીઝને પોતાના હાથ પર પોતાના પરિવારના સભ્યો કે દેવીદેવતાનું નહીં પરંતુ પીએમ મોદી તસવીરનું ટેટુ બનાવ્યું છે. આમ તો તેઓએ પત્ની અને બાળકોનું નામ ટેટૂ કરાવી ચૂક્યા છે. પરંતુ તસવીર પીએમ મોદીની ટેટૂ પર કરાવી છે. સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પહેલા આ ચાહકે ભેટરૂપે આ ટેટુ પોતાના હાથ પર બનાવડાવ્યું છે.

માત્ર હું જ નહીં, મારા પરિવાર પણ તેમને ભગવાન તરીકે માને છે. તેમની વિચારશ્રેણી અને દેશ માટે જે કટિબદ્ધતા છે તે અમને ખૂબ જ ગમે છે. જ્યારે પીએમ મોદીની બર્થ ડે પર એમને કઈ ઉપહાર આપવો જોઈએ તે વિચારી રહ્યા હતાં. ત્યારે મને લાગ્યું કે હું તેમના બર્થ ડે પહેલા હાથ પર ટેટુ કરાવ્યું. તે ટેટુ આપ જોઈ રહ્યા છો તે મેં પોતે ડિઝાઇન કરી છે અને ત્યારબાદ ટેટુ આર્ટિસ્ટ પાસે જઈને તેને હાથ પર કરાવ્યું છે. જો તેઓ અમને દર્શન આપે તો અમને લાગશે કે ચાર ધામના દર્શન થઈ ગયાં...પ્રકાશ મહેતા (પીએમ મોદીના ચાહક)

પીએમ મોદીના ભક્ત ગણાવે છે : 68 વર્ષીય પ્રકાશ મહેતા આમ તો મેકેનિકલ એન્જિનિયર છે અને મશીનો અંગે જાણકારી છે. પરંતુ એમના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન છે અને તેઓ પોતાને તેમનો ભક્ત ગણે છે. આ જ કારણ છે કે કોઈ પરિવારના સભ્ય કે દેવીદેવતાનું નહીં પણ પરંતુ તેઓએ પીએમ મોદીનું ટેટુ પોતાના હાથ પર બનાવ્યું છે. ટેટુમાં પીએમ મોદીની તસવીર સાથે ઓટોગ્રાફ પણ છે.

પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી : તેઓએ જણાવ્યું હતું કે પીએમ મોદીને તેઓ ભગવાન સ્વરૂપ માને છે અને પરિવાર કરતાં પણ સૌથી વધુ તેઓ પીએમ મોદીને પ્રેમ કરે છે. 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીનો જન્મદિવસ છે. જેને ધ્યાનમાં રાખી તેઓએ ઉજવણી સ્વરૂપ આ ટેટુ હાથ પર બનાવડાવ્યું છે. આ ટેટુમાં સ્પષ્ટપણે પીએમ મોદીની તસવીર જોવા મળશે. જે તેઓ ઓટોગ્રાફ આપતા હોય છે. તે ઓટોગ્રાફ પણ તેમની તસ્વીર નીચે છે. જે રીતે તેઓએ રાષ્ટ્ર ગૌરવ વધાર્યું છે. આ જ કારણ છે કે રાષ્ટ્રીય ધ્વજની આકૃતિ પણ તેમની તસ્વીર સાથે મારા ટેટુમાં જ જોવા મળશે. 11 ઓગસ્ટના રોજ આ ટેટુ કરાવ્યું છે જે બનાવતાં ચારથી પાંચ કલાક લાગ્યાં હતાં. ટેટુ પોતે ડિઝાઇન કરી છે.

  1. પીએમ મોદીના ચિત્રની પાણીમાં રંગોળી બનાવી વડોદરાના આર્ટિસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવાઇ
  2. વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે કેકના બદલે તેમને પ્રિય સુખડી કાપી ઉજવણી કરવામાં આવી
  3. PM મોદીએ જન્મદિવસ પર ખાસ તસ્વીરો શેર કરી
Last Updated : Sep 8, 2023, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details