ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત મનપા એકશનમાં, 31 સંસ્થાઓને સીલ કરી 192 સંસ્થાને ફટકારી નોટિસ - પ્લાસ્ટિક ઝુંબેશ

સુરત: મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ અંગે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ ઝોનમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતી 31 સંસ્થાઓને સીલ કરવામાં આવી છે. જ્યારે 192 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે.

સુરત

By

Published : Aug 24, 2019, 4:01 PM IST

કુલ સાત ઝોનમાં 1482 સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. 31 સંસ્થાઓમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા સીલ કરવામાં આવી હતી. જ્યારે 192 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકા દ્વારા દોઢ લાખ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. શહેરને પ્લાસ્ટિક ફ્રી કરવા માટે મનપાએ હવે કમર કસી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના 7 ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત મનપાએ 31 સંસ્થાઓનોને સીલ કરી અને 192ને નોટિસ ફટકારી
સુરત મનપા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ સામેની ઝુંબેશ રોજે રોજ વધુ કડક થઇ રહી છે. હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક ચીજો પર પ્રતિબંધ મુકવા માટે સુરત મનપાના તંત્ર વાહકો સજ્જ થઇ ગયા છે. સુરત મનપા દ્વારા સુરતના 7 ઝોનમાં કામગીરી કરવામાં આવી રહી છે. વેસુ સ્થિત માર્વેલા કોરીડોર શોપિંગ સેન્ટરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યાંથી 5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો અને થર્મોકોલ ડીસોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને દુકાનદારને નોટીસ ફટકારવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details