વેસુ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશન સામે એક બિલ્ડિંગનું ક્ન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે, બાજુમાં સર્વિસ રોડ આવેલો છે અને રવિવારે રાત્રે પડેલા વરસાદ બાદ કન્સ્ટ્રક્શન સાઈટમાં પાણી ભરાયા હતા. દરમિયાન સોમવારે સવારે સર્વિસ રોડ પર ભુવો પડ્યો હતો.
અમદાવાદ બાદ સુરતમાં પણ ભુવા પડવાનું શરૂ - gujarati news
સુરત: જિલ્લાના વેસુમાં ફાયર સ્ટેશનની સામે સર્વિસ રોડ પર ભુવો પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સર્વિસ રોડની સાઈડમાં આવેલી નવનિર્મિત બ્લિડિંગના કન્સ્ટ્રક્શના કારણે રોડ ઘસી પડ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ ભુવા પડવાનું શરૂ
ક્ન્સ્ટ્રક્શન સાઈટના કારણે ભુવો પડ્યો હોવાની સંભાવના છે. ઘટનાની જાણ પાલિકા અને ફાયર વિભાગના અધિકારીઓને થતા ઘટના સ્થળે પહોચ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે ભુવો પડતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.