ગુજરાત

gujarat

ETV Bharat / state

જે લોકોને શરદી-ખાંસી નથી તેમને પણ કોરોના થઈ રહ્યો છે: ડૉ. સમીર ગામી - સુરતમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન

ત્રણ દિવસ દરમિયાન એક હજારથી પણ વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. સુરતમાં UK સ્ટ્રેન અને સાઉથ આફ્રિકન સ્ટ્રેનના કેસો હાલ જ મળ્યા છે અને ત્યાર બાદ સુરતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં ખતરનાક UK સ્ટ્રેન બાદ 10 દિવસમાં જ કરોનાના 2,596 કેસો નોંધાયા છે, એટલું જ નહીં શહેરના ચેસ્ટ ફિઝિશિયન જણાવી રહ્યા છે કે, છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દર્દીઓના દાખલ થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધીમાં સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનના 6 કેસ નોંધાયા
અત્યાર સુધીમાં સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનના 6 કેસ નોંધાયા

By

Published : Mar 21, 2021, 6:55 PM IST

Updated : Mar 21, 2021, 7:50 PM IST

  • અત્યાર સુધીમાં સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનના 6 કેસ નોંધાયા
  • નવો સ્ટ્રેનનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છેઃ સિનિયર ફિઝિશિયન
  • સુરતમાં 10 દિવસમાં જ કરોનાના 2,596 કેસો નોંધાયા

આ પણ વાંચોઃ સુરતમાં કોરોનાના કેસમાં વધારો, શહેર અને જિલ્લામાં 450 જેટલા કેસ નોંધાયા

સુરતઃ જિલ્લાના સુરત શહેરમાં અત્યાર સુધી UK અને આફ્રિકા સ્ટ્રેનના 6 કેસ નોંધાયા છે. એકાએક કોરોનાના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ બંને સ્ટ્રેન ઘાતક છે અને આ અંગે સુરતના સિનિયર ફિઝિશિયન સમીર ગામીએ જણાવ્યું હતું કે, આ સ્ટ્રેન જૂના સ્ટ્રેનથી અલગ છે. તેનો ફેલાવો વધારે છે જે એક વ્યક્તિમાંથી અનેક અનેક લોકોમાં ફેલાય છે. આ સ્ટ્રેનના લક્ષણો થોડાક જ જુદા છે, જેમાં કમરમાં દુઃખાવો અને જાડા થવા. જેમને લક્ષણ ના હોય તેમ છતાં તેમનામાં આ સ્ટ્રેન જોવા મળી રહ્યો છે. આ સ્ટ્રેનના કારણે જ્યારે ઘરમાં કોઈ એક વ્યક્તિ પોઝિટિવ આવે તો ઘણા બધા વ્યક્તિઓ પોઝિટિવ આવે એવું બની રહ્યું છે. જૂના કોરોના સ્ટ્રેનમાં જો ઘરમાંથી કોઈ એક વ્યક્તિ પોઝિટિવ આવે તો અન્યને કોરોના વાઈરસ થાય તેવી શક્યતા ઓછી હતી.

જેમને જાડા હોય, કમરનો દુઃખાવો હોય અને શરદી, ખાંસી નથી તેમને પણ કોરોના થઈ રહ્યો છે: ડૉ. સમીર ગામી

આ પણ વાંચોઃ ઔદ્યોગિક એકમોના કારીગરોને કરોના વેક્સિન આપવા આરોગ્ય પ્રધાનની રજૂઆત

દસ દિવસમાં હોસ્પિટલમાં 10થી 12 ટકા દર્દીઓ વધુ દાખલ થયા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે 100 કેસમાંથી 70 પુરુષ અને 30 મહિલાઓના કોરોના પોઝિટિવ સામે આવ્યા. જ્યારે હાલ 100માંથી 55 પુરુષ તો 44 મહિલાઓ પર પોઝિટિવ આવી રહી છે. લોકોએ સાવચેતી રાખવી પડશે અને વેક્સિન લેવી ખૂબ જરૂરી છે. જેને જાડા હોય, કમરનો દુઃખાવો હોય અને શરદી, ખાંસી નથી તેમને પણ કોરોના આવી રહ્યો છે. જો આવા લક્ષણો હોય તો પણ કોરોનાની તપાસ કરવી જોઈએ. સુરત શહેરમાં છેલ્લા દસ દિવસમાં હોસ્પિટલમાં 10થી 12ટકા દર્દીઓ વધારે દાખલ થયા છે. હોસ્પિટલો ફૂલ થવા માંડી છે, જે ચિંતાનો વિષય છે.

Last Updated : Mar 21, 2021, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details