ગુજરાત

gujarat

ETV Bharat / state

Patidar Anamat Andolan: પાટીદાર આંદોલનને લઈને હાર્દિક પટેલની જાહેરાત બાદ અલ્પેશે આપ્યો ટેકો - Gujarat reservation percentage

પાટીદાર યુવાનો (Patidar movement in Gujarat )ઉપર થયેલ કેસ પરત ખેંચવા અધ્યક્ષ હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. જે બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના સાથીદાર અને કન્વીનર અલ્પેશ કથીરિયાએ હાર્દિક પટેલને સમર્થન આપ્યું જાહેર કર્યું છે. શું કહ્યું નિહાળો આ વિડીયોમાં.

Patidar Anamat Andolan: પાટીદાર આંદોલનને લઈને હાર્દિક પટેલની જાહેરાત બાદ અલ્પેશ કથીરિયાનો ટેકો
Patidar Anamat Andolan: પાટીદાર આંદોલનને લઈને હાર્દિક પટેલની જાહેરાત બાદ અલ્પેશ કથીરિયાનો ટેકો

By

Published : Feb 21, 2022, 5:07 PM IST

સુરત: વિધાનસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસના નેતાહાર્દિક પટેલે (Congress leader Hardik Patel)સરકારને ધમકી આપી છે કે પાટીદારો સામેના કેસો પાછા નહીં થાય તો ફરી પાટીદાર આંદોલન થશે. હાર્દિકના નિવેદન બાદ પાટીદાર અનામત આંદોલન (Patidar movement in Gujarat )સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ હાર્દિકને ટેકો આપ્યો છે.

પાટીદાર આંદોલન

આંદોલનમાં યુવાનો પર થયેલ કેસ પરત ખેંચવા માંગ

પાટીદાર આંદોલન સમયે (Patidar Anamat Andolan)પાટીદાર યુવાનો ઉપર થયેલ કેસ પરત ખેંચવા માટે કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપતાં કહ્યું છે કે 23મી માર્ચ પહેલા પાટીદારો સામેના કેસો પાછા નહિ ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન થશે. હાર્દિક પટેલની જાહેરાત બાદ તેમના પાટીદાર અનામત આંદોલન સમિતિના સાથીદાર અને કન્વીનર અલ્પેશ કથીરિયાએ(Convener Alpesh Kathiria) હાર્દિક પટેલને સમર્થન આપતાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલની જાહેરાત સામે તમામ સહકાર આપીશું. સરકારે અત્યાર સુધી માત્ર વાતો કરતી રહી છે. આંદોલન અંગે જે પણ કાર્યક્રમ નક્કી થાય તે આયોજન કરી સરકાર સુધી વાત પહોંચાડીશું.

આ પણ વાંચોઃપાટીદાર આંદોલન મામલો: કોર્ટે 5 આરોપીને કેસ મુક્ત કર્યા

ચોક્કસથી આંદોલન થશે

તેઓએ જણાવ્યું હતું કે 23મી માર્ચ સુધી જો સરકાર અમારી માંગો પૂર્ણ નહીં કરશે તો ચોક્કસથી આંદોલન થશે. હાર્દિક પટેલ ભલે કૉંગ્રેસના નેતા હોય પરંતુ તેઓ આવું પાટીદાર આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. જેથી અમે સમર્થન આપી રહ્યા છે. હાર્દિક પટેલે સાચું કીધું છે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે પાટીદાર સમાજ થી મુખ્ય પ્રધાન બનાવવામાં આવે છે.


આ પણ વાંચોઃપાટીદાર આંદોલનમાં સરકારી સંપત્તિના નુકસાન મામલે કોર્ટે 9 આરોપીઓને કર્યા મુક્ત

ABOUT THE AUTHOR

...view details