ગુજરાત

gujarat

ETV Bharat / state

Mill Fire in Surat : પલસાણા મિલમાં આગથી ત્રણ લોકોના મૃત્યુ, પોલિસે ત્રણ શખ્સો સામે નોંધ્યો ગુનો - Crime of Culpable Homicide

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ગુરુવારે મળસ્કે મિલમાં આગ (Mill Fire in Surat) લાગી હતી. આ આગમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુની ઘટના સામે આવતા પલસાણા પોલીસે ત્રણ શખ્સો સામે સદોષ માનવવધનો ગુનો નોંધ્યો છે.

Mill Fire in Surat : પલસાણા મિલમાં આગથી ત્રણ લોકોના મૃત્યુ, પોલિસે ત્રણ શખ્સો સામે નોંધ્યો ગુનો
Mill Fire in Surat : પલસાણા મિલમાં આગથી ત્રણ લોકોના મૃત્યુ, પોલિસે ત્રણ શખ્સો સામે નોંધ્યો ગુનો

By

Published : Jan 22, 2022, 10:11 AM IST

બારડોલી : સુરત જિલ્લાના પલસાણાના ભીંડી બજાર ખાતે આવેલી સોમ્યા પ્રોસેસર પ્રાઈવેટ લિમિટેડ નામની કાપડ મિલમાં અચાનક આગ (Mill Fire in Surat) લગતા બે માલનું બિલ્ડીંગ આગની ચપેટમાં આવી ગયું હતું. આ મિલમાં લાગેલી ભીષણ આગમાં ત્રણ યુવકોના મૃત્યુ થવાની ઘટના સામે આવતા પોલીસે મિલના ડાયરેક્ટર, સુપરવાઇઝર અને રાત્રિના ઇન્ચાર્જ સામે સદોષ માનવ વધનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આગમાં ત્રણ યુવાનો જીવતા ભૂંજાયા હતા

પલસાણાના ભીંડી બજાર ખાતે આવેલી સોમ્યા પ્રોસેસર પ્રાઈવેટ લિમિટેડ નામની કાપડ મિલમાં અચાનક આગે (Fire at Somya Processor Pvt) વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અંદર સૂતેલા જગદીશ રાણારામ સુથાર(ઉ.20), પ્રવિણ રાણારામ કેશુરામ સુથાર(ઉ. 18) અને પ્રવિણ ઉર્ફે કન્નારામ ઉમેદારામ પુનારામ સુથાર(ઉ.-27) જીવતા ભડથું થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ સુરતની પ્રાઇવેટ મીલમાં લાગી ભીષણ આગ, 3 લોકો આગમાં હોમાયા

ફર્નિચરનું કામ કરતાં યુવકો ઓફિસમાં સૂતા હતા

ત્રણ પૈકી બે સગા ભાઈ અને એક તેમનો ફઇનો દીકરો હતો. જેઓ મિલના બીજા માળે ઓફિસમાં ફર્નિચરનું કામ કરતાં હતા. રાત્રિના સમયે જમ્યા બાદ ત્રણયે જણા ઓફિસમાં જ સૂઈ ગયા હતા. અચાનક આગ (Fire in Palsana Bhindi Bazaar) લાગતાં તેઓ ફસાઈ જવાથી જીવતા જ સળગી જતાં તેમના મૃત્યુ થયા હતા. લગભગ 11 કલાકની જહેમત બાદ ત્રણેયના મૃતદેહ અવશેષો બહાર કાઢવામાં આવ્યા હતા.

ડાયરેક્ટર સહિત ત્રણની બેદરકારી સામે આવી

સમગ્ર ઘટના અંગે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધ્યા બાદ તપાસ કરી રહેલી પલસાણા પોલીસે મિલના ડાયરેક્ટર અનુપ બ્રિજમોહન અગ્રવાલ, રાત્રિ પાળીના ઇન્ચાર્જ ગણેશ રામ સુમિરન દ્રીવેદી અને મનીષ ઓમપ્રકાશ શર્માની સામે IPCની કલમ 304(અ), 114 મુજબ ગુનો નોંધ્યો છે. ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સોમ્યા પ્રોસેસર પ્રાઈવેટ લિમિટેડ મિલ કાપડ બનાવવાની મિલ હોય જે ઔદ્યોગિક એકમ હોવા છતાં મૃતકોને મિલમાં રાતવાસો કરવા દેવાની બેદરકારી છતી થઈ છે. આથી તેમના વિરુદ્ધ ગુનો (Crime of Culpable Homicide) નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Fire in Surat: સુરતના પલસાણાની મિલમાં લાગી ભીષણ આગ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ફાયર બ્રિગેડની લેવાઈ મદદ

ABOUT THE AUTHOR

...view details