ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: પલસાણાના 2 મેડિકલ ઓફિસર વેક્સિન લીધા બાદ પણ સંક્રમિત - સુરતના તાજા સમાચાર

પલસાણા તાલુકાના કણાવ અને ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા મેડિકલ ઓફિસરો કોવિડ-19ની રસી લીધા બાદ પણ કોરોના સંક્રમતી થયા છે. જેથી આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

પલસાણાના 2 મેડિકલ ઓફિસર વેક્સિન લીધા બાદ પણ સંક્રમિત
પલસાણાના 2 મેડિકલ ઓફિસર વેક્સિન લીધા બાદ પણ સંક્રમિત

By

Published : Mar 22, 2021, 10:40 PM IST

  • ગાંગપુરમાં રેપીડ ટેસ્ટ દરમિયાન અનેક લોકોનો રિપોર્ટ પોઝિટિવ
  • આરોગ્ય વિભાગમાં દોડધામ
  • વધતા કેસથી લોકોમાં ચિંતા

સુરત: જિલ્લાના પલસાણા તાલુકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. લોકોની સારવાર માટે કાર્યરત એવા પલસાણા તાલુકાનાં કણાવ અને ગંગાધરા પી.એચ.સીના 2 મેડિકલ ઑફિસર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા છે, તો બીજી તરફ ગામે ગામ ટેસ્ટિંગ માટે ફરતા ધન્વંતરી રથ ગાંગપુર ગામે પહોંચતા અંહી પણ રેપિડ ટેસ્ટમાં એક સાથે મોટી સંખ્યામાં લોકો પોઝિટિવ થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ વેક્સિન લીધાના 10 દિવસ બાદ મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા સંક્રમિત

વેક્સિન લીધા બાદ પણ મેડિકલ ઓફિસર્સ સંક્રમિત

પલસાણા તાલુકામાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા આરોગ્ય વિભાગના ગંગાધરા પી.એચ.સી પર ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ. પુનમ વળવી પણ કોરોના સંક્રમિત થયા છે, તો બીજી તરફ કણાવ પી.એચ.સી પર ફરજ બજાવતા ડૉ.મધુ ઇજના મોરે પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બન્ને ઓફિસર્સે સ્વાભાવિક કોરોના ફ્રન્ટ વોરિયર તરીકે વેક્સિનના ડોઝ લીધા હોવા છતાં પણ પોઝિટિવ થયા છે.

આ પણ વાંચોઃ કોરોનામાં સરકારે આંકડાઓ છુપાવ્યાનો વિધાનસભામાં ખુલાસો: કોંગ્રેસ

ધન્વંતરિ રથ દરમિયાન ગાંગપુર ગામમાં અનેક પોઝિટિવ

બીજી તરફ આજે સોમવારે પલસાણા તાલુકાનાં ગાંગપુર ખાતે ટેસ્ટિંગ માટે ધન્વંતરિ રથ પહોંચતા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં એકી સાથે મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ જોવા મળ્યા હતા. જેને લઈ હાલ તો પલસાણામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details