શ્રદ્ધાળુઓ દ્વારા પદયાત્રા સુરત:કામરેજ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી કાર્યરત આનંદ જ્યોતિ સેવા સંસ્થાનનાં પ્રકાશભાઇ કોઠારી અને તેમનો પરિવાર સામાજીક અને ધાર્મિક દેશભક્તિનાં કાર્યો થકી સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોને શિવભક્તિનો લાભ મળે એ માટે શ્રાવણ માસના અંતિમ દિવસોમાં આનંદ જ્યોતિ પરિવાર દ્વારા કામરેજ ચાર રસ્તાથી ડુંગરા ગામનાં પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર સુધીનાં રસ્તામાં મહાદેવની પદયાત્રા યોજવામાં આવી હતી.
બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા ભાવિક ભક્તો માટે વ્યવસ્થા: કામરેજ ચાર રસ્તા પાસે આવેલા આનંદ સાધના ધામ મહાદેવ મંદિરથી સવારે યાત્રા શરૂ કરવામાં આવી હતી. જે સાંજે ભીમનાથ મહાદેવ મંદિર ડુંગરા પહોંચી હતી. પદયાત્રામાં જોડાયેલા ભાવિકભક્તોને આયોજક દ્વારા બગલ થેલો, આનંદજ્યોતિ પદયાત્રાનું ઓળખપત્ર, પાણીની બોટલ, ખેસ વગેરે આપવામાં આવ્યા હતા. ભાવિક ભક્તો માટે રસ્તામાં ફરાળી નાસ્તો, ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું ખૂબ જ મહત્વ છે. જેને લઇને ભક્તો મહાદેવના દર્શન કરી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. - પ્રકાશભાઈ, આયોજક
વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા: સુરતના પાલ ગામ સ્થિત જાગનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. મંદિરના પુજારી શાસ્ત્રી પ્રદીપ ભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે મહાકાલ મંદિરમાં જે પદ્ધતિથી સેવા પૂજા થાય છે તે જ પદ્ધતિથી સેવા પૂજા આ મંદિરમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા થાય છે. આ મંદિરમાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા પધારે છે.
- Writer Abhijita Gupta's Interview : 10 વર્ષની અભિજીતા ગુપ્તાએ 5 વર્ષમાં લખ્યા 3 પુસ્તકો, જાણો તેમની સફળતાનું રહસ્ય
- Somnath Mahadev: નાણાં વગરનો નાથીયો નાણે નાથાલાલ, સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચેલા પૂર્વ દિગ્ગજ નેતાઓની આસપાસ નહિવત કાર્યકર જોવા મળ્યા