ગુજરાત

gujarat

ETV Bharat / state

મેઘરાજાનો મલ્હાર, સુરતમાં 9 કલાકમાં વરસ્યો ત્રણ ઇંચથી વધુ વરસાદ

સુરતઃ ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં રાજ્યના અલગ અલગ શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી હતી. જે શક્યતાના પગલે સુરતમાં મોડી રાતે જ મેઘરાજાએ પોતાની ફરીથી એન્ટ્રી કરતા ધોધમાર વરસાદ થયો હતો. તે દરમિયાન સુરતમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે કામરેજમાં દોઢ, બારડોલી સહિત 84 તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે.

surat

By

Published : Sep 12, 2019, 11:38 AM IST

સુરતમાં ચાર દિવસથી વરસાદી માહોલ રહ્યો છે. શહેર અને જિલ્લામાં વરસાદે ફરી રી -એન્ટ્રી કરી છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં નોંધાઈ રહ્યો છે. સૌથી વધુ વરસાદ માંડવી અને ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. જો કે મોડી રાતથી મેઘરાજા સુરતમાં ધોધમાર વરસ્યા છે. મોડી રાતથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી વરસ્યો હતો. સુરતમાં રાત્રીના બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી એક ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો હતો. જ્યારે કામરેજ તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

મેઘરાજાનો મલ્હાર, સુરતમાં 9 કલાકમાં વરસ્યો ત્રણ ઇંચથી વધુ વરસાદ
છેલ્લા વીતેલા નવ કલાકમાં સુરત સહિત જિલ્લાનો કુલ વરસાદ
  • બારડોલી :45 મી.મી.
  • ચોર્યાસી :57
  • કામરેજ :44
  • મહુવા 28
  • માંડવી :40
  • માંગરોળ :26
  • ઓલપાડ :4
  • પલસાણા :34
  • ઉમરપાડા :8
  • સુરત સીટી: 57 મી.મી.વરસાદ

સવારે 10 વાગ્યા સુધીની સપાટી...

  • ઉકાઈ ડેમ: 339.71ફૂટ
  • ઇનફ્લો :75000
  • આઉટફ્લો :75000
  • કાંકરાપાર: 166.60
  • ડિશચાર્જ :1,11,700
  • સુરત વિયર કમ કોઝવે: 8.63 મીટર
  • રૂલ લેવલ 5.65 મીટર
  • ભયજનક સપાટી 6.00 મીટર


આ સાથે સુરતનો વિયર કમ કોઝવે પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યો છે. 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે હજુ બે દિવસ વરસાદી માહોલ રહે તેવી શકયતા છે.

ABOUT THE AUTHOR

...view details