ગુજરાત

gujarat

ETV Bharat / state

Organ Donate : સુરતમાં અંગદાન કરીને છ વ્યક્તિઓને જીવનદાન - New Civil Hospital

Organ Donate માટે દેશભરમાં જાણીતા થઈ રહેલા સુરતમાંથી ફરી હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું Donate કરવામાં આવ્યા છે. વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશ મોહનલાલ છાજેડના પરિવારે તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને New Life બક્ષ્યું છે. સાથે જ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

અંગદાન કરીને છ વ્યક્તિઓને જીવનદાન
અંગદાન કરીને છ વ્યક્તિઓને જીવનદાન

By

Published : Jun 17, 2021, 11:19 AM IST

  • 45 વર્ષીય દિનેશભાઇને બ્રેઇન હેમરેજ થતા મૃત્યુ થયું
  • ડોનેટ લાઇફે તેમના પરિવારેOrgan Donateનું મહત્વ સમજાવ્યું
  • હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરાયું

સુરત :મરોલી ખાતે રેલ્વે સ્ટેશનની સામે રહેતા 45 વર્ષીય દિનેશ મોહનલાલ છાજેડને ગત તારીખ 11મીએ રાતે એકાએક બ્લડ પ્રેશર વધી જતા શરીરમાં જમણી બાજુએ લકવાની અસર થતા તરત નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં બ્રેઇન હેમરેજ થયાનું નિદાન થતા સુરતની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સોમવારે બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. ડોનેટ લાઇફે તેમના પરિવારે Organ Donateનું મહત્વ સમજાવતા તેઓ દિનેશભાઇના Organ Donate માટે સંમત થયા હતા.
આ પણ વાંચો : સુરતના પરિવારને સલામ, અંગદાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું

હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને New Life

દાનમાં મળેલું તેમનું હૃદય ગ્રીન કોરીડોર કરીને 92 મિનિટમાં મુંબઇ પહોંચાડી 30 વર્ષના યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. એક કિડની ગ્રીન કોરીડોર કરી 180 મિનિટમાં અમદાવાદ પહોંચાડી અમદાવાદની 47 વર્ષની મહિલાને અન્ય કિડની સુરતની 17 વર્ષની વિદ્યાર્થિનીને, લિવર અમદાવાદના 43 વર્ષના રહીશને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ચક્ષુઓનું દાન નવી સિવિલ હોસ્પિટલના ઓપ્થોમોલોજી વિભાગના વડા ડૉ. પ્રીતિ કાપડીયાના માર્ગદર્શન હેઠળ New Civil Hospital સ્વીકાર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details