ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: સુરતનાં ડુમસ બીચ ઉપર નાહવા પડેલા બે મિત્રો પૈકી એક કિશોરને લાપતા - Crime News

સુરતનાં ડુમસ બીચ ઉપર નાહવા પડેલા બે મિત્રો પૈકી એક કિશોરને લાપતા થયો છે.જ્યારે બીજા મિત્રનો ચમત્કારિક બચાવ થયો હતો.મોડી રાત સુધી ફાયરના જવાનોએ કિશોરની શોધખોળ ચાલુ રાખી હોવા છતાં તેનો કોઈ પતો લાગ્યો નથી.પાંચ મિત્રો પૈકી બે મિત્રો દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા.

Surat Crime: સુરતનાં ડુમસ બીચ ઉપર નાહવા પડેલા બે મિત્રો પૈકી એક કિશોરને લાપતા
Surat Crime: સુરતનાં ડુમસ બીચ ઉપર નાહવા પડેલા બે મિત્રો પૈકી એક કિશોરને લાપતા

By

Published : Aug 7, 2023, 12:18 PM IST

Surat Crime: સુરતનાં ડુમસ બીચ ઉપર નાહવા પડેલા બે મિત્રો પૈકી એક કિશોરને લાપતા

સુરત: ડુમસ બીચ ઉપર નાહવા પડેલા બે મિત્રો પૈકી એક કિશોરને લાપતા થયો છે.જ્યારે બીજા મિત્રનો ચમત્કારિક બચાવ થયો હતો.મોડી રાત સુધી ફાયરના જવાનોએ કિશોરની શોધખોળ ચાલુ રાખી હોવા છતાં તેનો કોઈ પતો લાગ્યો નથી. મોડી સાંજ સુધી દરિયામાં ભરતીના પાણી ફરી વળ્યાં હતા. રવિવારની રજા હોવાને કારણે ભાઠેના વિસ્તારના પાંચ મિત્રો સાંજે ડુમ્મસ દરિયા કિનારે ગયા હતા.બીચ ઉપર દરિયા ગણેશ મંદિરની પાછળ પાંચ મિત્રો પૈકી બે મિત્રો દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા. જેમાં 13 વર્ષીય કિશોર પિયુષ સંજયભાઈ યાદવ દરિયામાં ભરતીના પાણીમાં તણાવા લાગ્યો હતો.

"ગઈકાલે સાંજે 6:15 વાગ્યાંની ફાયર કંટ્રોલરૂમથી મેસેજ આપવામાં આવ્યો હતોકે, ડુમસમાં એક 13 વર્ષીય કિશોર દરિયાનાં પાણી માં ખેંચાઈ ગયો છે. જેથી અમે ત્યાં પોહ્ચ્યા હતા દરિયામાં લગભગ દોઢ કિલોમીટર અંદર સુધી તેની શોધખોળ મોડી રાત સુધી ચાલુ રાખી હતી તેમ છતાં તેનો કોઈ પતો લાગ્યો નથી. ઘટનાની જાણ પિયુષના પરિવારને થતા તેનો આખો પરિવાર શોકમગ્ન થઇ ગયો હતો--મારુતિ સોનવણે (વેસું ફાયર વિભાગનાં ઓફિસર)

ફાયર વિભાગને જાણ:ત્યારે બીજો મિત્ર 17 વર્ષીય સત્યમ ચૌહાણ દરિયાનાં પાણીમાંથી બહાર આવી ગયો હતો. મિત્રોએ બૂમાબૂમ સ્થાનીકો આવી ગયા હતા.અંતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. વેસું ફાયર વિભાગ ડુમસ પોહચી બાળકની શોધખોળ હાથ ધરી હતી. ફાયરનાં જવાનોએ લગભગ દોઢ કિલોમીટર અંદર સુધી તેની શોધખોળ મોડી રાત સુધી ચાલુ રાખી હતી.તેમ છતાં તેનો કોઈ પતો લાગ્યો નથી. ઘટનાની જાણ પિયુષના પરિવારને થતા તેનો આખો પરિવાર શોકમગ્ન થઇ ગયો હતો.

પિયુષની શોધખોળ:આજે સવારે ફરી પછી ફાયરનાં જવાનો દ્વારા પિયુષની શોધખોળ શરૂ કરી છે.વધુમાં જણાવ્યુંકે, દરિયા ઉપર મૌજુદ કોસ્ટગાર્ડ અને પોલીસની ટીમે અન્ય સેલાણીઓને દરિયામાંથી બહાર આવી જવાની સૂચના પણ આપી હતી. હાલ તો ડુમસ પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.તો આજે સવારે ફરી પછી ફાયરનાં જવાનો દ્વારા પિયુષની શોધખોળ શરૂ કરી છે. પરંતુ હજી સુધી મળી આવ્યો નથી.

  1. Surat Crime: સુરત પીસીબી પોલીસે જાંબુઆની કુખ્યાત ચડ્ડી બનીયાન ધારી કેશરીયા ગેંગની ધરપકડ કરી
  2. Surat News: સુરતના કાપડ બજારમાંથી દેશભરમાં જશે તિરંગા, દરરોજ 10 લાખ તિરંગા પોસ્ટથી મોકલાઈ રહ્યા છે

ABOUT THE AUTHOR

...view details