સુરતના કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. આ ફરિયાદની વિગતો ઘ્યાન પર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.આ કયા પ્રકારની છેતરપીંડી છે. પરંતુ પોલીસે પણ આ છેતરપીંડીના કેસમાં 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાને ઘ્યાન પર લેવામાં આવે તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા સોમેશ્વર જવેલર્સમાંથી દેવચંદ દુધાન નામના શખ્સે પોતાના દિકરા બહાદુર ઉર્ફે અનિલ સાથે મળી 74 લાખ 54 હજારના દાગીનાની ખરીદી કરી હતી. આ દાગીનાની ખરીદી બાદ તે દાગીનાને પીગળાવીને સોનુ બનાવી બારોબાર વેચી દીધુ હતું. પરંતુ જવેલર્સ માલિક દ્વારા વારંવાર નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ પિતા પુત્ર દ્વારા નાણાં નહી આપવા માટે અનેક બહાના કાઢવામાં આવતા હતા. આથી બહાનાથી કંટાળી જઇ જવેલર્સ માલિક દ્વારા આખરે પોલીસનો આશરો લેવો પડ્યો હતો.પોલીસે પિતા પુત્ર સહિત 4 સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
કપોદ્નામાં શખ્સે સોના દાગીનાની ખરીદી કરી તેને પીગળાવી વેચી માર્યું
સુરત: કાપોદ્રા વિસ્તારમાં એક નવા પ્રકારની ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના 4 જેટલા વ્યક્તિઓએ મળીને એક જવેલર્સને ત્યાંથી 60 લાખથી વધુના સોનાની ખરીદી કરી એ સોનાની ખરીદી કર્યા બાદ એ સોનાને પિગાળી દેવામાં આવ્યુ હતું. ત્યારબાદ તેને બારોબાર વેચી દેવામાં આવ્યુ હતુ. વેચ્યા બાદ પણ તેઓ દ્વારા આ જવેલર્સને નાણાં પણ નહિ ચૂકવાતા જવેલર્સના માલિકે આખરે પોલીસના શરણુ લેવુ પડયુ હતું.
સ્પોટ ફોટો
જો કે પોલીસને આ મામલામાં પિતા પુત્ર અને અન્ય એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જો કે હજી એક આરોપી પોલીસ પકડથી દૂર છે. હવે પોલીસ એને ક્યારે ઝડપી પાડશે છે તે જોવાનું રહ્યું છે.