અશફાક અંગે વધુ એક ખુલાસો સામે આવતા આખા ષડયંત્રનો પર્દાફાશ થઇ ગયો છે. અગાઉ અશફાકે આધારકાર્ડમાં ચેડા કરી પોતે રોહિત સોલંકીની ઓળખ ઉભી કરી હતી. અને ત્યારબાદ આ જ નામથી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યુ હતું. જેમાં તે કમલેશ તિવારી અને ગુજરાત હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ જૈમીન બાપુ સાથે જોડાયો હતો. આ ફેસબુક એકાઉન્ટથી તે બંને સાથે વાતો કરતો હતો.અને ધીમે ધીમે કમલેશ તિવારીની હિંદુ સમાજ પાર્ટીમાં જોડાયો હતો.જેનો એક લેટર હાલ સામે આવ્યો છે. જેમાં તેને અભિનંદન આપતા જણાવવામાં આવ્યું છે કે, સુરત આઈટી સેલ વરાછા વોર્ડના પ્રચારક પણ બનાવ્યો હતો.આ લેટર ૩૦મી જૂન 2019નો છે. જેનાથી અંદાજો લગાવી શકાય કે આ લોકો ઘણા સમયથી યોજનાબદ્ધ રીતે કમલેશ તિવારીની હત્યાનું કાવતરું રચી રહ્યા હતા.
કમલેશ તિવારી હત્યાકાંડમાં વધુ એક ઘટસ્ફોટ, ફરાર અસફાક નામ બદલી કમલેશની પાર્ટીમાં જોડાયો હતો - latestgujaratinews
સુરત : કમલેશ તિવારી હત્યાકાંડમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં ફરાર આરોપી અશફાક અંગે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. ફરાર આરોપી અસફાક પોતાનું નામ બદલી કમલેશ તિવારીના હિન્દુ સમાજ પાર્ટી સાથે જોડાયો હતો. હિન્દૂ સમાજ પાર્ટીએ કટ્ટર હિન્દુ યુવાન સમજી પાર્ટીએ તેણે સુરત આઈટી સેલ વરાછા વોર્ડના પ્રચારક પણ બનાવ્યો હતો. હિન્દુ સમાજ પાર્ટીએ નામ બદલી રોહિત સોલંકી બનનાર અશફાકને નિયુક્તિ પત્ર પણ આપ્યો હતો.
etv bharat surat
કમલેશ તિવારીથી મળવા માટે આજ નામની ઓળખ આપી અશફાક લખનઉ ગયો હતો.અશફાકે આ નામ પોતાના કંપનીના મેડિકલ રીપ્રેઝન્ટેટિવ રોહિત સોલંકી નું વાપર્યું હતું.પાર્ટીમાં સામેલ થવા માટે તેને પાર્ટી ને ફંડ પણ આપી હોવાનો ખુલાસો સામે આવ્યો છે. પાર્ટીની સદસ્યતા અને ફંડ આપી તે વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેથી તે કમલેશ તિવારીની હત્યા કરી શકે.
Last Updated : Oct 21, 2019, 5:49 PM IST