સુરતના મજુરાગેટ વિસ્તારમાં આવેલા આઈ.ટી.આઈ કોલેજ ખાતે લર્નિંગ લાયસન્સ મેળવવા માટેનું વધુ એક સેન્ટર ફાળવવામાં આવ્યું છે. જ્યારે જિલ્લામાં પણ ઉમેદવારોને અગવડતા ના પડે તે માટે લર્નિંગ લાઇસન્સ સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે. સુરતમાં RTO પર પ્રતિદિવસ લર્નિંગ લાયસન્સ મેળવવા મોટી સંખ્યામાં અરજીઓ આવે છે.
સુરતમાં લર્નિંગ લાયસન્સ મેળવવા માટેનું વધુ એક સેન્ટર ફાળવવામાં આવ્યું - સુરત લર્નિંગ લાયસન્સ સેન્ટર
સુરત: રાજ્ય સરકાર દ્વારા RTOમાં થતા વાહનચાલકોના ભારે ઘસારાના પગલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને RTO પર લર્નિંગ લાયસન્સ માટે ઉમેદવારોને પડતી હાલાકીને જોઈ જિલ્લા અને તાલુકા કક્ષાએ નવા સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. સુરતમાં પણ નવા સેન્ટર શરૂ કરાયા છે.
જો કે, હાલ જ રાજ્ય સરકારે કરેલી મહત્વની જાહેરાત બાદ જિલ્લા અને કક્ષાએ વધારાના સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે. RTOમાં લર્નિંગ લાયસન્સના ઉમેદવારોના ભારે ઘસારાને જોતા આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. આ અલગથી શરૂ કરાયેલ લર્નિંગ સેન્ટરો માટે ખાસ સિક્યોરિટી પણ રાખવામા આવી છે.
ત્યારબાદ જ ઉમેદવારને લર્નિંગ લાયસન્સની પરીક્ષા માટેના રૂમમાં પ્રવેશ આપવામા આવી રહ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ ઉમેદવારોને મોટી રાહત મળી છે. અને આ નિર્ણયને લોકો પણ આવકારી રહ્યા છે.