ગુજરાત

gujarat

ETV Bharat / state

રીંગરોડ પર દોડતી પિકઅપ વાનનું ટાયર નીકળી જતા પલટી, ચારને ઇજા - અકસ્માત

જિલ્લાના રીંગરોડ પર દોડતી પિકઅપ વાનનું ટાયર નીકળી જતા પલટી મારી ગઈ હતી. જેથી પિકઅપ વાનમાં સવાર ચાર જેટલા લોકોને ઈજા પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્તને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પીકઅપવાનમાં કેટરસનો સમાન હોવાથી તેલને અન્ય ખાદ્ય સામગ્રી રોડ પર ઢોળાઇ હતી જેના કારણે વાહનો સ્લીપ થતા હતા. બીજી તરફ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી રસ્તો સાફ કર્યો હતો.

રીંગરોડ પર દોડતી પિકઅપ વાનનું ટાયર નીકળી જતા પલટી
રીંગરોડ પર દોડતી પિકઅપ વાનનું ટાયર નીકળી જતા પલટી

By

Published : Feb 12, 2020, 1:16 PM IST

સુરત : જિલ્લાના રીંગરોડ પર પીકઅપ વાન પલટી મારી ગઇ હતી. જેમાં સવાર ચાર લોકોને ઈજા થઇ હતી. વાત કંઇક એમ છે કે મોટા વરાછા લગ્ન પ્રસંગમાં કેટરર્સના કામ અર્થે પિકઅપ વાનમાં ઉધનાથી ચાર જેટલા લોકો જઈ રહ્યા હતા. દરમિયાનમાં રીંગરોડ પર ચાલુ પિકઅપ વાનનું ટાયર નીકળી જતા પલટી મારી ગઈ હતી. જેથી પિકઅપ વાનમાં સવાર ચારે લોકોને ઈજા પહોંચી હતી. જેના પગલે આસપાસથી દોડી આવેલા લોકોએ 108 મારફતે તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં. પિકઅપ વાનમાં કેટરર્સનો સામાન રોડ પર પડ્યો હતો. જેમાં તેલ અને ચટણીની રેડ પર રેલમછેલના કારણે અન્ય વાહન ચાલકો સ્લીપ થતા હતા.

રીંગરોડ પર દોડતી પિકઅપ વાનનું ટાયર નીકળી જતા પલટી

આ અકસ્માતની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલાએ આવી અને ખાદ્ય સામગ્રી પાણીથી સાફ કરી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details