સુરત : પતિએ આ ઘટના મામલે પોલીસ ફરિયાદ કરી હતી. ડીંડોલી પોલીસે પત્ની રીનલ તેના પિતા માતા અને તેના ભાઈ સહિત પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, આ ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પત્નિ કરવા જઇ રહી હતી બીજા લગ્ન : પત્નીના બીજા લગ્નની પાર્ટી પ્લોટમાં સોમવારે મોડી સાંજે તૈયારીઓ ચાલી રહી હતી. આ બાબતની પતિને જાણ થતા તે મુંબઈથી સીધો પાર્ટી પ્લોટમાં પહોંચી ગયો હતો. આ ઘટના બનતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મુંબઈથી સુરત આવેલા પતિએ લગ્ન અટકાવવા માટે જ્યારે પત્નિના માતા પિતાને કહ્યું ત્યારે, પત્નિના પરિવારના સભ્યોએ લગ્ન અટકાવવા માટે ના પાડી દીધી હતી. આ બાબત પર પતિએ કહ્યું કે, રીનલના હજી સુધી મારી સાથે છૂટાછેડા થયા નથી અને તમે કેમ બીજા લગ્ન કંઇ રીતે કરાવી શકો છો ?
સુરતમાં ફિલ્મ જેવી અનોખી ઘટના બની પતિ હતો આ લગ્નથી અજાણ : લગ્ન મંડપમાં જ્યારે આ બાબત પર ચર્ચા ચાલી રહી હતી. તે વખતે પત્ની રીનલની મોટી બહેને ફરિયાદી સ્વપ્નિલ તાનાજી સાંબળેને ધમકી આપી હતી કે, અહીંથી ચાલ્યા જાઓ નહીં તો સારું નહીં થાય. આ સાંભળી લોકો પણ એકઠા થઈ ગયા હતા. પતિએ પોલીસને આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. પાર્ટી પ્લોટ પર પોલીસ પહોંચી ગઈ હતી. આ સમગ્ર મામલે પતિએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલિસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ :ડીંડોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે ચુડાસમાએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ જણાવ્યું હતું કે, પતિ પત્નિના હજી સુધી છૂટાછેડા થયા નથી. તેમ છતાં પત્નિના પરિવારના સભ્યો તેમના બીજા લગ્ન કરાવી રહ્યા છે. જેના આધારે સ્વપ્નિલની પત્ની રીનલબેન તેમના પિતા રમેશ વિષ્ણુ નરવડે, સુનીતા વિષ્ણુ નરવડે, તેજલ રમેશ નરવડે અને અંકિત બોરાડે સામે ગુનો નોંધ્યો છે. રીનલે બીજા લગ્ન કરી લીધા છે.
2017માં કર્યા હતા લગ્ન:મુંબઈમાં રહેતા સ્વપ્નિલ તાનાજી સાબલેએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં મુંબઈ ગણેશ મંદિરમાં વિધિ મુજબ તેઓએ લગ્ન કર્યા હતા. મામાની દીકરી રિનલ સાથે પ્રેમ થયો હતો. બંનેની સહમતિથી લગ્ન કર્યા હતા અને મુંબઈ મહાનગરપાલિકામાં લગ્નની નોંધણી પણ કરાવી હતી. લગ્નના પાંચ દિવસ પછી પરિવાર મુંબઈ આવીને રીનલને સુરત લઈ ગયા હતા. રિનલના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં જોતા હું સુરત આવ્યો હતો.
પત્નીના બીજા લગ્નની જાણ થતા પતિ મુંબઈથી સીધો લગ્ન મંડપમાં પહોંચ્યોને કર્યો જબરો ખેલ