વાયુ વાવાઝોડા' ની શક્યતાના પગલે સુરત ઓલપાડ તાલુકા વિકાસ અધિકારીઓએ દરિયાઈ પટ્ટીના ગામડાઓને સાવધ રહેવા સૂચના આપી દીધી છે. સાથે જ રેસ્કયું માટે NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે અને તમામ તલાટીઓને હૅડ ક્વાર્ટર નહી છોડવા માટે આદેશ આપી દીધા છે. ત્યારે ઓલપાડ તાલુકામાં આવેલ ડભારીના દરિયા કિનારે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે.
'વાયુ' વાવાઝોડાને પગલે ઓલપાડના 14 ગામોને એલર્ટ કરી દેવાયા - Storm
સુરતઃ અરબ સાગરમાં સર્જાયેલ લો-પ્રેશરના કારણે વાવાઝોડાની સંભવિત શક્યતાને પગલે એલર્ટ થઈ ગયું છે. ત્યારે ઓલપાડ તાલુકાના 14 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
સુરત
દરિયા કિનારાઓના રસ્તાઓ પર સાગર રક્ષક દળના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને ડભારી ગ્રામપંચાયત દ્વારા સૂચના બોર્ડ પણ લગાવી દેવામાં આવી છે જેથી કોઈ કિનારા પર જવાની કોશીશ કરે નહી. ડભારીના દરિયા કિનારાની જો વાત કરીયે તો, ડભારીમાં પણ 4 થી 5 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. હંમેશા સેહલાણીઓથી ભરેલું બીચ હાલમાં સન્નાટો જોવા મળી રહ્યો છે.