સુરતઃગત તારીખ 18ના રોજ ધુળેટીના દિવસે ઓલપાડ તાલુકાના દિહેણ ગામના બસ સ્ટેન્ડ માંથી અજાણ્યા યુવકની હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાની ઘટનાને લઈને પોલીસ દ્વારા મૃતકની ઓળખ હાથ ધરી હતી. જેમાં પોલીસ (Surat SOG Police)તપાસમાં મૃતકનું નામ ચેતનભાઈ રમેશભાઈ પટેલ અને સુરત શહેરમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. તેમજ ચેતન પોતાની પત્ની (Olpad Youth Murder)સાથે દીહેણ ગામ મજૂરી કામે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હત્યારાને દબોચી લેવા ચક્રોગતિમાન કર્યા હતા પોલીસે બાતમીના આધારે હત્યારા રમેશ ડાહ્યા દામોરને સુરત શહેરના રામ નગર ચોકડી નજીકથી ઝડપી લીધો હતો.
Olpad Youth Murder: ઓલપાડ દીહેણ ગામે ધુળેટીના દિવસે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો - Surat LCB Police
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દીહેણ ગામે ધુળેટીના(Olpad Youth Murder) દિવસે થયેલ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. મૃતક યુવકની પત્નીને હત્યારો વારંવાર જોઈ રહ્યો હતો જેથી બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો જેની અદાવતમાં હત્યા થઈ હતી.
પથ્થરના ઘા મારી હત્યા કરી-પોલીસે હત્યારા રમેશ ડાહ્યાંની કડક પૂછપરછ કરતા તેને ગુનો કબુલ કર્યો હતો. તેને જણાવ્યું હતું કે મુતક યુવક ચેતન પટેલ સાથે આવેલ મહિલાને જોયા કરતો હતો જેને લઈને મૃતક ચેતન સાથે તકરાર થઈ હતી. જેથી દિહેણ ગામના બસ સ્ટેન્ડ માથામાં બોથર્ડ પથ્થરના ઘા મારી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. હાલ તો જિલ્લા પોલીસ LCB અને SOG એ હત્યારાને ઓલપાડ પોલીસને હવાલે કર્યો છે.
આ પણ વાંચોઃOlpad Youth Murder : દીહેણ ગામના બસ સ્ટેન્ડમાંથી યુવકની હત્યા કરેલો મૃતદેહ મળ્યો
આ પણ વાંચોઃAhmedabad Murder Case : મિત્રો વચ્ચે બોલાચાલી થતા મિત્રે જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો