સુરતના નાનપુરા વિસ્તારમાં વૃદ્ધ મહિલા રોડ ક્રોસ કરી રહી હતી. જે દરમિયાન ડિવાઈડરમાં પગ આવી જતા વૃદ્ધ મહિલાનું સંતુલન બગડી ગયું હતું. જે દરમિયાન ત્યાંથી સીટી બસ પસાર થઇ રહી હતી અને વૃદ્ધ મહિલાનો પગ સીટી બસના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. જેથી વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.
સુરતમાં સીટી બસનો કહેર, બસની અડફેટે વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત - ખાનગી હોસ્પિટલ
સુરત: શહેરમાં સિટી બસનો આતંક યથાવત છે. બે દિવસમાં 4 લોકોના મોત થયા છે. શુક્રવારે ત્રીજા દિવસે પણ સિટી બસનો કહેર યથાવત રહ્યો છે. આજે સવારે રોડ ક્રોસ કરતી વૃદ્ધ મહિલાનો પગ ડિવાઈટરમાં ફસાઈ ગયો હતો. જેના કારણે વૃદ્ધ મહિલાનું સંતુલન બગડતા તેનો પગ સિટી બસના ટાયર નીચે આવી ગયો હતો. જેના કારણે મહિલાને ગંભીર ઈજા થઈ હતી. વૃદ્ધ મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં 4 લોકોના મોત સિટી બસના કારણે થયા છે.
etv bharat
આ ઘટનામાં વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. છેલ્લા અગિયાર મહિનામાં સિટી બસની અડફેટે આવતા અંદાજે 29 લોકોના મોત થયા છે. જો છેલ્લા ત્રણ દિવસમાં બસના કારણે શહેરમાંથી 4 લોકો મોત થયા છે.
Last Updated : Nov 22, 2019, 4:12 PM IST