ગુજરાત

gujarat

By

Published : Jul 21, 2019, 1:19 PM IST

ETV Bharat / state

કેબીનેટ પ્રધાનની અધ્યક્ષતામાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો

સુરત: જિલ્લાના બારડોલી ખાતે આદિજાતિ મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો. જેમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરતમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો

દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુપોષણ નિવારણ સંકલ્પ માટે સુરત જિલ્લાએ કદમ મિલાવ્યો છે. જિલ્લામાં સહી પોષણ દેશ રોશનના આહવાનને ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા સહી પોષણ-દેશ રોશનના સંકલ્પ સાથે સુપોષણ ચિંતન સમારોહનું સુરત જિલ્લાના બારડોલી ખાતે સરદાર પટેલ ટાઉન હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આંગણવાડીની મહિલાઓને ફરજ દરમિયાન ફોન પણ આપવાની જાહેરાત કરાઈ હતી.

સુરતમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો

બારડોલી ખાતે યોજાયેલા કાર્યક્રમની સાથે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સાડી ગણવેશ અને માતા યશોદા એવોર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેર અને જિલ્લા મળી 9 તાલુકાની મોટી સંખ્યામાં ઉપસ્થિત આંગણવાડી મહિલાઓને કીટ આપવામાં આવી હતી. સારી કામગીરી કરનારને પ્રધાન, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લાપંચાયતના હોદ્દેદારોના હસ્તે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આંગણવાડીની મહિલાઓ માટે ડ્રેસ કોડમાં સરકારે નવી સાડી પણ જાહેર કરી હતી. જેનું વિતરણ કરાયું હતું. સુપોષણના સુત્ર હેઠળ સુરત જિલ્લો પણ કુપોષણ મુક્ત રહે તેવી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ ખાસ સૂચન કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details