ગુજરાત

gujarat

ETV Bharat / state

Oxygen plant: સયાદલા એન. આર. આઇ. પરિવાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યો - Sayadla village of Olpad taluka

ઓલપાડના સાયણ ખાતે આવેલ જીવનરક્ષા હોસ્પિટલને સયાદલા એન. આર.આઈ પરિવારો (NRI) દ્વારા ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant) સ્થાપવા માટે 18,81000 હોસ્પિટલ પ્રમુખને આપવામાં આવ્યાં હતાં.

Oxygen plant: સયાદલા એન. આર. આઇ. પરિવાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યો
Oxygen plant: સયાદલા એન. આર. આઇ. પરિવાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યો

By

Published : Jun 14, 2021, 1:33 PM IST

  • સયાદલાના એનઆરઆઈ (NRI) પરિવારો દ્વારા દાન
  • ઓલપાડની જીવનરક્ષા હોસ્પિટલને 18,81000 અર્પણ
  • Oxygen plantની સ્થાપના કરવા માટે આપવામાં આવ્યું દાન



    ઓલપાડઃ આજે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકારો હોય, સ્થાનિક એકમો હોય, પંચાયતો હોય, જનપ્રતિનિધિ હોય કે પછી સિવિલ સોસાયટી. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કોરોના (Corona ) વૈશ્વિક મહામારીથી (Corona Pandemic) બચવા માટે પોતાનું યોગદાન આપી રહ્યાં છે. કોરોના (Corona ) વાયરસના કારણે સમગ્ર વિશ્વ જાણે કે થંભી ગયું છે. આ આપત્તિની ઘડીમાં માનવતા અને કરૂણાનાં ઉત્તમ ઉદાહરણો ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોવા મળ્યા. સેવા કરવામાં ગુજરાતીઓ વિદેશમાં રહીને પણ આવી વિકટ ઘડીમાં પોતાનું યોગદાન આપવાનું નથી ચૂકતા. આવું જ કંઈક સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સયાદલા ગામે જોવા મળ્યું. અહીંના અમેરિકા તેમજ કેનેડા જેવાં દેશોમાં વસતાં એનઆરઆઇ (NRI) મિત્રોએ મુશ્કેલીમાં મુકાયેલા કોરોના સંક્રમિત ગ્રામ્ય વિસ્તારનાં પરિવારોની સંભાળ લેવાની જવાબદારી ઉપાડી પોતાનું વતન પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું.

આ પણ વાંચોઃ સયાદલામાં અત્યાર સુધી 38 ટકા લોકોએ કોરાના રસી લીધી

પરદેશમાં વસી રહેલાં પરિવારોનો માતૃભૂમિનું ઋણ ચૂકવવા પ્રયાસ


કોરોના (Corona ) ની બીજી લહેરમાં ઓક્સિજનને (Oxygen) અભાવે ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમિત થયેલ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા. આ મુશ્કેલીનાં નિવારણ માટે સયાદલા ગામનાં એન.આર.આઇ. (NRI) કે જેઓ અમેરિકા અને કેનેડામાં વસવાટ કરે છે તેમણે અત્રેની જીવનરક્ષા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ માટે (Oxygen plant) રૂપિયા 18,81000 ઉપરાંત આઈ.સી.યુ. મોનીટર માટે 21,31,000 દાન આજરોજ સ્યાદલા ગામના અગ્રણી કિરીટભાઈ જયંતિભાઈ પટેલ તથા અન્ય આગેવાનોના હસ્તે એનઆરઆઈ. પરિવાર વતી જીવનરક્ષા હોસ્પિટલના પ્રમુખ રાકેશભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને વસ્તુ અને રોકડ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ઓલપાડ તાલુકામાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બાદ સેનેટાઈઝર પકડાયું

ABOUT THE AUTHOR

...view details